દરેક વ્યક્તિને વિચારવાની શક્તિ આપી છે પણ પ્રશ્ર્ન થાય કે કેવું વિચારવું. કોઈ પણ ક્ષેત્ર હોઈ રાજકારણ, ધાર્મિક, વહીવટ, સમાજ, સાહિત્ય, ફિલ્મ વગેરે વિચારકો દ્વારા રજૂ કરવામાં આવતા વિચારો અથવા કોઈ પણ ક્ષેત્રે બનતા બનાવોને કેવી રીતે રજૂ કરવામાં આવે તે અગત્યનું છે. આજે લોકોને આંજી નાખે એવાં ધાર્મિક પ્રવચનો અને રાજકારણમાં કહેવાતી વાતો તો લોકોના ગળે/મગજમાં ઊતરી જાય તે રીતે રજૂ કરવામાં આવે છે.
પરંતુ આવાં પ્રવચનો સાંભળવા જનારા પોતાની વિચારશક્તિનો ઉપયોગ કરીને મગજને થોડી પણ કસરત આપે તો પોતાને સમજાય કે પ્રવચન કરનારે કોઈ કામ ધંધો, વેપાર, નોકરી કરવા જવાનું હોતું નથી. દરેક સામાન્ય માનવીએ તો કામ ધંધો, નોકરી, વેપાર સવારે ઊઠીને કરવાનો જ છે.દરેક વ્યક્તિનો પ્રથમ મુદ્રા લેખ કામ એ જ પૂજા અને બીજું દરેક પ્રત્યે સમાન ભાવ પછી બીજું બધું ગુજરાતીમાં કહેવત છે “ધંધે ધાન અને ધંધે માન”તે જ રીતે “નાણાં વગરનો નાથિયો, નાણાં એ નાથાલાલ”તો પછી માનવી વગર વિચારીએ કેમ દરેક જગ્યાએ દોડી જાય? કોઇના પર અત્યાચાર, જુલમ, ગરીબી, બેકારી, મોંઘવારી, રોજગારી, બનાવટ, છેતરપિંડી વગેરે વિરુદ્ધ અવાજ ઉઠાવવા આગળ આવવાની જરૂર છે.
કોઈ પણ ક્રિયા કરવી અઘરી છે તો તેના ઉપર પ્રતિક્રિયા આપવી કોઈ સામાન્ય માનવીનું ગજું જ નથી. એટલે દરેક માનવીએ મગજને વ્યાયામ આપી ખરા ને ખરું અને ખોટાને ખોટું કહેવા આગળ આવવું પડશે, બાકી કોઈ આગળ આવે કે ન આવે, જીવન તો આમ પણ બે રોટલી ખાઈને પૂરું જ થવાનુ છે એમાં કોઈ ધાડ મારવા જેવી નથી.”લેખન એક કલા છે તો વાચન મહાન કલા છે વાંચવાવાળા હોય તો જ લખાણની કિંમત.
સુરત – ચંદ્રકાંત રાણા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.