Charchapatra

જૂદું વિચારો, જૂદું કરો તો જ વર્તમાનનો મુકાબલો થશે

કોરોના સંક્રમણકાળ અને ત્યારબાદના પરિવર્તીત કાળ દરમ્યાન સતત બદલાતા જતા ન્યૂ નોર્મલ સાથે આપણે સૌ કોઇએ કદમ મિલાવવા જરૂરી છે. નહીંતર બચવાનાં જીવતાં રહેવાના ચાન્સ માત્ર 20 ટકા રહેશે એટલે કે મૃત્યુને શરણે જવાના ચાન્સ 80 ટકા છે. નવા નવા પ્રકારના વાયરસ અને તેની બીજી લહેર, ત્રીજી લહેરે…

ચોથી લહેરે હવે આપણી આંખ ખોલી છે તો જાગૃત રહો, સાબદા રહો. આ માટે વિવિધ સેવાઓ ખાસ કરીને આરોગ્ય સેવાઓ અને શૈક્ષણિક સેવાઓનું માળખુ તેની પધ્ધતિઓ અને વ્યૂહરચનાઓ સાથે બજેટીંગ અને નીતિ નિયમો વિગેરેમાં ધરખમના ફેરફારો કરવા પડશે. ચીલાચાલુ ઢબે તંત્ર ચાલતું હતું તેમ હવે ચલાવવાની જરૂર નથી.

ગુજરાત રાજ્ય, પ્રગતિશીલ રાજય છે. કોવિડની કામગીરીમાં આરોગ્ય કર્મીઓ અને પોલીસ કર્મીઓ સાથે હવે શાળા-કોલેજોના શિક્ષકોને પણ જોડવાની જરૂર છે. કારણ કે હાલમાં તબીબી ક્ષેત્રે સ્ટાફની તંગી છે. નાના ગુણાત્મક વર્તુળોમાં મહોલ્લા કે શેરી પોળના જૂથો પ્રમાણે પાંચ છ વિદ્યાર્થીઓને ગુણાત્મક ઢબે જીવન ઉપયોગી આરોગ્ય લક્ષી શિક્ષણ આપવામાં આવે એજસાચી કેળવણી.

ચાર દિવાલો વચ્ચેનું લે-કચરવાળું બધું જ કચડી નાખે એવું ભણતર માત્ર પરીક્ષાલક્ષી અને ગોખણપટ્ટીને વેગ આપતું હોઇ ને ઓપન લર્નીંગની સુવિધા આપવી જરૂરી છે. ધન્વન્તરી રથ અને આરોગ્યલક્ષી સેવાઓ વાન દ્વારા શેરીએ શેરીએ ધબકતી રહેવી જોઇએ. જો નમરદાના નીર સાબરમતીના રિવરફ્રન્ટ પર આવતા હોય તો પછી માસ્તરો ફેરિયા શિક્ષક કેમ ન બની શકે? હોક એજયુકેશનથી માસ એજયુકેશન પરિવર્તીત થઇને કલાસ એજયુકેશનમાં આવશે.
ડો. સવિતા સંઘવી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top