સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા હવે આગામી વર્ષે યોજાનાર ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ખાસ કરીને આવતીકાલથી દાદાની સરકારના નવા નીમાયેલા મંત્રીઓ દ્વારા અભિવાદન માટે જન આશીર્વાદ યાત્રા શરૂ કરવામા આવનાર છે.
પહેલા કેન્દ્ર સરકારમાં નવા ઉમેરાયેલા નવા મંત્રીઓના અભિવાનદ માટે પણ જન આશીર્વાદ યાત્રા યોજાઈ હતી. તે પછી હવે સીએમ ભૂપેન્દ્ર પટેલની સરકારમાં નવા સમાવાયેલા મંત્રીઓના નેતૃત્વમાં જન આશીર્વાદ યોજાશે.
ભાજપના આંતરિક સૂત્રોએ કહ્યું હતું કે, કેન્દ્ર અને રાજય સરકારની વિવિધ યોજનાઓની માહિતી અને તેના કાર્યો છેવાડાના માનવી સુધી પહોંચે તે હેતુથી આશીર્વાદ મેળવવા આ યાત્રાનું આયોજન કરાયું છે. સીનિયર કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદી 3, 7 અને 8મી ઓકટોબર દરમિયાન સુરત પશ્વિમ, ભરુચ અને નર્મદામાં, નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ 7, 8 અને 9મી ઓકટોબરે નવસારી, સુરત શહેર અને પારડીમાં નરેશ પટેલ 30 સપ્ટેમ્બરે 1 અને 2જી ઓકટોબરે સુરત જિલ્લા ,વલસાડ અને નવસારીમાં જશે.
હર્ષ સંઘવી 3જી ઓકટોબરે મજૂરા, 7મીએ વડોદરા સિટી અને 8મી ઓકટોબરે અમદાવાદમાં જશે. જીતુ ચૌધરી 30મી સપ્ટેમ્બરે તાપી, 1લી ઓકટોબરે સુરત જિલ્લો, 2જી ઓકટોબેર ડાંગ અને 3જીએ કપરાડામાં જશે. મુકેશ પટેલ 3જીએ ઓલપાડ, વલસાડ અને 8મીએ નવસારીમાં યાત્રા કરશે જ્યારે વિનુ મોરડિયા 30મી સપ્ટેમ્બરે ભાવનગર જિલ્લો, 1લીએ બોટાદ અને 2જી ઓકટોબરે કતારગામમાં જશે.