Comments

હથોડી અને છીણી લઇ ને નવી શિક્ષણ નીતિના અમલ માટે તેયારી થઇ રહી છે

નવા શૈક્ષણિક સત્ર થી ગુજરતના શિક્ષણ ક્ષેત્રે નવી શિક્ષણ નીતિ લાગુ કરવાનો ધમધમાટ શરુ થઇ ગયો છે. પ્રાથમિક માં અને માધ્યમિક ઉચ્ચ માધ્યમિક ના શિક્ષણ ક્ષેત્ર માં તો સરકાર ના નિયમો લાગુ પડે છે એટલે રાજ્ય કક્ષાએ એકરૂપતા જોવા મળશે. વળી માળખાકીય રીતે મોટા ફેરફારો સ્કુલ શિક્ષણ માં નથી માત્ર પાચ વર્ષ પુરા થાય પછી પ્રવેશ મળતો હતો તે છ પુરા થાય ત્યારે મળશે એટલે જુનીયર કે જી, સીનીયર કે જી ઉપરાંત હવે એક વર્ષ નો નવો કોર્ષ રાખવાનો છે કે તેણે કોઈ નામ આપવાનું છે. મોટા ફેરફારો તો ઉચ્ચ શિક્ષણમાં થવા ના છે કે કરવાના છે. હવે ઉચ્ચ શિક્ષણ માં જે ચાલી રહ્યું છે તે પ્રથમ નજરે હાસ્યાસ્પદ છે પણ સાચા અર્થમાં ગંભીર અને ચિંતા જનક છે.

 નવી શિક્ષણ નીતિમાં કોલેજ કક્ષાએ અનેક મહત્વના પરિવર્તન સૂચવાયા છે જેમકે. પહેલા વિદ્યાર્થી કોલેજમાં પ્રવેશ મેળવે પછી સળંગ ત્રણ વર્ષ ભણ્યા બાદ સ્નાતક થતો હતો અને પછી બીજા બે વર્ષ ભણે તો માસ્ટર એટલે કે અનુસ્નાતક થતો હતો . વળી જો એ નપાસ થાય તો કુલ છ વર્ષમાં તેણે એટીકેટી ક્લીયર કરી સ્નાતક પાસ કરવાનું રહેતું હતું.હવે આવું નથી. હવે વિદ્યાર્થી કોઈ પણ વર્ષે અભાય્સ માંથી નીકળી શકશે અને જોડાઈ શકશે. વળી ગમે એટલા વર્ષે સ્તાંક થઇ શકશે . અને સ્નાતક માં ત્રણ અને ચાર વર્ષના વિક્સ્લ્પ છે જો વિદ્યાર્થી ચાર વર્ષ કોલેજમાં ભ્નેછે તો હવે માત્ર એક જ વર્ષ વધુ અભ્યાસ થી તે અનુસ્તાન્ત્ક થઇ શકશે .

 જૂની નીતિ માળખા મુજબ વિદ્યાર્થી આર્ટસ સાયન્સ કે કોમર્સ માં પ્રવેશ મેળવતો અને તે જે કોર્ષ નક્કી કરે તે મુજબના વિષય અને પેપર તેણે ભણવા ના રહેતા હવે આવું નથી હવે તે કોર્ષમાં પ્રવેશ નથી લેતો તે મનગમતા વિષયમાં પ્રવેશ મેળવશે વળી તેને કોઇપણ વિષય ભણવાની છૂટ મળશે.વળી તે એક સાથે બે કોર્ષ કરી શકશે .એક સાથે બે સંસ્થામાં પણ અભ્યાસ કરી શકશે . નવી શિક્ષણ નીતિમાં સિદ્ધાંતો ની સાથે વ્યવહાર પર પણ ભાર મુકાયો છે એટલે વિદ્યાર્થીએ ફિલ્ડ માં જઈ કામ કરવાનું છે. વિદ્યાર્થીને ઇન્ટરડીસીપ્લીનરી સબ્જેક્ટ પણ પસંદ કરી શકશે એટલે કે મુખ્ય વિષય ભૌતિક શાસ્ત્ર ભણનાર વિદ્યાર્થી સંસ્કૃત વિષય પણ ભણી શકશે ……ટૂંકમાં બહુ બધી સ્વતન્ત્રતા વિદ્યાર્થી પક્ષે છે પણ આ બધી જ સ્વતન્ત્રતા અમલમાં લાવવા માટે સૌ પ્રથમ યુનીવર્સીટીઓ એ કાયદા બનવા પડે અને જુના નિયમમો ફેરફાર કરવા પડે . વિદ્યાર્થી ભણે એટલે તેણે ક્રેડીટ મળતી થાય યુનીવર્સીટી આ ક્રેડીટ નો હિસાબ રાખશે . વિદ્યાર્થી એક વર્ષ ભણી પ્રમાણપત્ર મેળવી જતો રહ્યો ..બે વર્ષ પછી તેણે ફરી ભણવાનો ચાન્સ મળ્યો તે ભણવાનું ચાલુ કરે તો આગળના વર્ષમાં ભણતી વખતે મેળવેલી ક્રેડીટ આગળ ચાલે …આ માટે યુનીવર્સીટીઓ એ ક્રેડીટ બેંક ઉભીકરવાની છે.

આમ નવી શિક્ષણ નીતિના અમલ માટે કાયદાકીય ફેરફારો, નિયમો માં ફેરફારો, પેટા કલમો માં ફેરફારો જેવા અનેક વહીવટીય પગલા લેવાના છે સૌ થી અગત્યની વાત એ છે માળખું બદલવાનું છે અને યુનીવર્સીટી કક્ષાએ સૌ અભાયસ્ક્ર્મો બદલવા લાગ્યા છે. નવા કયા પેપર ભણાવવા તે નકી કરવા લાગ્યા છે . આ કામ અગત્યનું છે જ પણ પ્રથમ અગ્ર્તાનું નથી સૌ પ્રથમ તો માળખું નક્કી કરવાનું છે . કાયદા મુજબ અને નવી શીખન નીતિ અનુસાર આમતો યુનીવર્સીટીઓ પોતના કોર્ષ અને નિયમો રચવા સ્વતંત્ર છે પણ વિદ્યાર્થીઓ ને સરળતા મળે તેવી નિયમો માં એકરૂપતા તો હોવી જ જોઈએ જો બધી યુનીવર્સીટી સાવ જ જુદા જુદા નિયમો બનાવશે તો ગુચવાડા ઉભા થશે અને વિદ્યાર્થી મુજાશે.

 હાલમાં ગુજરાતની જુદી જુદી યુનીવર્સીટીઓ માં નવી શિક્ષણ નીતિ માટે જે મીટીંગો થઇ રહી છે તેમાં થતો અધ્યાપ્કીય સંવાદ સાંભળવા જેવો છે. એક તો ભારતીય સાંસ્કુતિ માં ભલે કહેવાયું હોય કે જ્ઞાનમાં વૃદ્ધ હોય તેજ સાચો વૃદ્ધ છે . ઉમર ના વર્ષોને વિદ્વત્ત્તા નું માપદંડ માની શકાય નહી પણ સરકારી તંત્ર આવી ફિલસુફી માં માનતું નથી એટલે યુનીવર્સીટીકક્ષાએ જે અધ્યાપકો સીનીયર હોય તે આ નવી શિક્ષણ નીતિ ઘડતર માં કમિટીમાં આપોઆપ ગોઠવાઈ ગયા છે હવે એમના મોટાભાગનાને નવી શિક્ષણ નીતિનો મૂળ મુસદ્દો વાંચવાની ફુરસદ નથી એમને માત્ર હોદ્દો શોભાવ્વાઓ છે.

કોઈ પણ પ્રકારના હોમવર્ક વગર મળતી મીટીંગો માં એક બે અધ્યાપકો આગેવાની લઇ લે એટલે ભયો ભયો ..ટીએ ડીએ ના ફોર્મ ભરી કલાક બે કલાક માં મીટીંગ પતાવી ભવિષ્ય નકી થાય છે .અને મોટા ભાગની મીટીંગો માં એક સુર પ્રધાન હોય છે કે જુનું છે તે જ નવા માં ફીટ કરી દો ! ..આ લોકો શિક્ષણની નિસ્બત વાળા નહી પણ છીણી અને હથોડી વાળા બની ગયા છે ..જુના માળખામાં જે જે નથી જતું તે તે છોલી નાખો અને ઉપરથી હથોડી મારી ઉતારી દો. થોડા વર્ષ પહેલા ઉચ્ચ શિક્ષણમાં વાર્ષિક પદ્ધત્તિ થી શિક્ષણન થતું હતું અને અચાનક કોઈ સેમીનાર કોઈ સર્વે કોઈ માંગની વગર છ માસિક -સેમેસ્ટર પ્રથા અમલમાં આવી સાથે જ આજે નવી શિક્ષણ નીતિમાં જેની પ્રવચનોમાં જેની જોર સોર થી વાત થાય છે તે ચોઈસ બેસ ક્રેડીટ સીસ્ટમ ત્યારે જ આવી હતી.

કહેવાયું તો ત્યારે પણ આજ હતું કે હવે વિદ્યાર્થી પોતાની પસંદગી નો વિષય ભણી શકશે વિજ્ઞાન સાથે સંકૃત ભણી શકશે પણ વાસ્તવમાં થયું શું ? જુનું વાર્ષિક શિક્ષણ વાળું માળખું જ નવા માં ગોઠવી દેવાયું . એમાય સોફ્ટ સ્કીલ અને જીનેરીક જેવા વિષય નું ફાલું વાળી દીધું . વિદ્યાર્થી પાસે થી ફી ઉઘરાવવાની છૂટ હતી એટલે ફી બધાએ ઉઘરાવી પણ ભણાવ્યું કોઈએ નહી. અરે યુંનીવાર્સીતીએ પરીક્ષા લેવાનું પણ કોલેજને સોપ્યું અને માત્ર એસાઈન્મેન્ત ન આધારે સૌ ને પાસ કરી દેવાયા એટલે આજે જ્યારે કોઈ પૂછે કે સાહેબ નવી શિક્ષણ નીતિનું શું થશે તો મનમાં એક જ જવાબ આવે છે કે જે સેમેસ્ટર સીસ્ટમ માં શિક્ષણનું થયું ..જીનેરીક અને સોફ સ્કીલ વિષયો નું થયું ..

એજ ..જ્યારે નવી શિક્ષણ નીતિ ના અમલની સમિતિના સભ્યો મારો વિષય રાખજો હો ..જોજો ફાજલ ના પાડતા કે નવા નવા વિષયો તો આપીએ પણ માણસો ક્યાંથી મળશે ?…જેવી વાતો કરતા હોય એક યુનીવર્સીટી આખા કોર્સ ની ૨૪ ક્રેડીટ કરે બીજી ૨૦ કરે ..ત્રીજી કઈક નવું જ ગોઠવે …આ બધામાં અંતે સરકાર એક કોરડો વીઝી દેશે અને સૌ સરકારી પરિપત્ર મુજબ નવી નીતિનો અમલ કરશે …… ટૂંકમાં ગુજરાતમાં નવી શિક્ષણ નીતિ ના અમલ માટે સ્થતિ ડામાડોળ છે . અને જેને સૌથી વધુ અસર થવાની છે તે સૌથી ઉદાસ છે .વાલી કે વિદ્યાર્થી પક્ષે કોઈ ચળવળ જ નથી નવી નીતિના પરિવર્તનો વિષે જાણવાની ..શિક્ષણ માટે ગુજરતની તત્પરતા નબળી છે તે ખરેખર ચિંતા જનક છે .
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top