વડોદરા : હરિધામ સોખડાનો વિવાદ દિવસેને દિવસે વધી રહ્યો છે ત્યારે બ્રહ્મલીન હરિપ્રસાદ સ્વામી ની તપોભુમી હરિધામ માં પ્રેમ સ્વરૂપ સ્વામીને ગાદીપતિ તરીકે પ્રસ્થાપિત કરી દેવાયા છે પૂજ્ય હરિપ્રસાદ સ્વામીના અનુગામી તરીકે પ્રેમ સ્વરૂપ સ્વામી એ ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓને પરીક્ષા માટે શુભેચ્છા પત્ર પાઠવી શુભકામનાઓ આપી હતી. વડોદરાના નજીક આવેલ સોખડા હરિધામ મંદિરનો વિવાદ શમવાનું નામ લેતો નથી ધીમે ધીમે ગાદીનો ગજગ્રાહ વધી રહ્યો છે પ્રેમ સ્વરૂપ સ્વામી અને ત્યાગ વલ્લભ સ્વામી જૂથ દ્વારા વડોદરા સહિત અલગ અલગ પ્રદેશોની સમિતિઓમાંથી પ્રબોધ જીવન સ્વામી જૂથના સંતોની જવાબદારી પાછી લઈ લીધી છે સાથે જ સંતોને વહીવટ માંથી પણ બાદબાકી કરી દેવાઈ છે જેને કારણે પ્રબોધ પજીવન સ્વામી જૂથમાં ભારે નિરાશા સાથે આક્રોશ છે તેવામાં બ્રહ્મલીન હરિપ્રસાદ સ્વામીજીની તપોભુમી હરિધામ પર પ્રેમ સ્વરૂપ સ્વામીનો સંપૂર્ણ કંટ્રોલ હોય તેવી તેવી સ્થિતિની સર્જાઇ રહી છે પ્રેમ સ્વરૂપ સ્વામીએ હરિધામ ગાદીપતિ અને પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજીના અનુગામી તરીકે સોમવારથી શરૂ થતી બોર્ડ પરીક્ષાના વિદ્યાર્થીઓને પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી જેવા જ અક્ષરોમાં શુભેચ્છા સંદેશ પાઠવ્યો છે આમ હરિધામની ગાદી ઉપર પ્રેમ સ્વરૂપ સ્વામી અને તેમના જૂથનું આધિપત્ય પ્રસ્થાપિત હોવાનું મનાય રહ્યું છે બીજી તરફ પ્રબોધ જીવન સ્વામી જૂથ સોશિયલ મીડિયા થકી પોતાનો વિરોધ વ્યક્ત કરે છે ત્યારે આવનાર સમયમાં ગાદી નો વિવાદ વધે તેવા પણ ભણકારા વાગી રહ્યા છે ભલે હરિધામમાં પ્રેમ સ્વરૂપ સ્વામી જૂથ પોતાનું આધિપત્યને પ્રસ્થાપિત કરી રહ્યું હોય પરંતુ પ્રબોધ જીવન સ્વામી જૂથ હજુ પણ પ્રેમ સ્વરૂપ સ્વામીને ગાદીપતિ તરીકે માનવા તૈયાર નથી ત્યારે આવનાર સમયમાં હજુ પણ કાઈ નવા જૂની ના એંધાણ વર્તાઇ છે.
પ્રબોધ જીવન સ્વામી જૂથના સંતો હરિભક્તોનું શક્તિપ્રદર્શન, અન્યાય સામે અવાજ ઉઠાવશે
સોખડા ગાદી મંદિરની ગાદી લઈને ચાલતા વિવાદ વચ્ચે પ્રબોધ જીવન સ્વામી જૂથ પણ પોતાની તાકાત બતાવી રહ્યું છે રવિવારે અમદાવાદના વટવા ખાતે પ્રભોધ જીવન સ્વામી જૂથનું વિશાળ સંમેલન યોજાયું હતું જેમાં મોટી સંખ્યામાં સંતો અને હરિભકતો જોડાયા હતા આ સંમેલનમાં પ્રબોધ જીવન સ્વામી સાથે થયેલા અન્યાય સામે કેવી રીતે અવાજ ઉઠાવો તેમજ અલગ-અલગ પ્રદેશોમાંથી સંતોની હકાલપટ્ટી સામે કેવી રીતે લડવું તે મુદ્દે એક થવા હાકલ કરાઇ હતી તેમજ પ્રબોધ જીવન સ્વામી જૂથ વહીવટ સરકાર હસ્તક લેવાય તે માટે રજૂઆત કરશે તેમ પણ જાણવા મળ્યું છે
કીર્તનના કાર્યક્રમમાં પ્રબોધ જીવન સ્વામીને નીચે બેસાડાયા : પ્રબોધ સ્વામી જૂથ હરિભક્તોમાં રોષ
હરિધામ સોખડા મંદિર ખાતે શનિવારના રોજ સ્વામીજીના અષ્ટ માસિક શ્વાસ શાશ્વત સ્મૃતિ દિનની ઉજવણી કરવામાં આવી હતી જે અંતર્ગત કીર્તનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કીર્તન સમારોહમાં પ્રેમ સ્વરૂપ સ્વામી આસન પર બિરાજમાન હતા જ્યારે પ્રબોધ સ્વામીને નીચે બેસાડવામાં આવ્યા હતા જેને લઇ પણ ને પણ હરિભક્તોમાં અનેક ચર્ચાઓ છે