Charchapatra

સાઇબર ક્રાઇમથી બચવા સાવચેતી એ જ ઉપાય

સાઇબર ક્રાઇમમાં બહુ મોટો ઉછાળો આવ્યો છે. તાજેતરના એક અખબારી અહેવાલ અનુસાર એક અંદાજ પ્રમાણે દેશમાં રોજના 7000 (સાત હજાર) સાયબર ક્રાઇમના કેસ નોંધાય છે. આ સત્તાવાર આંકડો છે. બિનસત્તાવાર આંકડો આના કરતાંય મોટો હોઇ શકે છે. સાયબર ગુનેગારોએ છેલ્લા ચાર માસમાં દેશનાં લોકોની 7000 (સાત હજાર) કરોડ રૂપિયાથી વધુ રકમ ગુપચાવી લીધી છે. લોકોના કરોડો રૂપિયા ચાંઉ કરી જનારા ગુનેગારો પૈકી બહુ ઓછા પકડાયા છે.

સાઇબર ક્રાઇમના રોજના હજારો કેસો પર એકશન લેવાનું કામ સાઇબર સિકયોરીટી માટે પડકારજનક બન્યું છે. આવા સંજોગોમાં લોકોએ સાવચેતી એ જ ઉપાય સમજી સાવધાની રાખવાની જરૂર છે. જે બેંકનું ખાતું ઓનલાઇન બેંકિંગ સાથે જોડાયેલું હોય તેમાં મોટી રકમ કદાપિ રાખવી જ નહીં જોઇએ. જો અજાણ્યા નંબર પરથી ફોન કે મેસેજ આવે ત્યારે તેનો રિપ્લાય જ આપવો નહીં જોઇએ. આવા ફોન રિસિવ જ નહીં કરવા જોઇએ તો અવશ્ય સાઇબર ક્રાઇમથી બચી
શકાય છે.
પાલનપુર  – મહેશ વી. વ્યાસ– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

ક્રિકેટ હવે ઉધૉગ છે એટલે તેના નિયમો બદલાશે
હમણાં અમેરિકા-વેસ્ટ ઈંડિઝે સંયુક્ત રીતે યોજેલો ટી-20 વર્લ્ડકપ તેના મહત્વના તબક્કા તરફ આગળ વધી રહ્યો છે. શરૂની મેચો અમેરિકામાં યોજયેલી અને એ દરમ્યાન આવા આયોજનની વ્યવસાયિક શક્યતા તપાસવામાં આવી અમેરિકાને ક્રિકેટમાં કોઈ રસ નથી, તેના બજારમાં રસ છે. કૌશલ્ય ઓછું બની ગયું છે ને ધંધો માત્ર છે.

આ વખતે અમેરિકા ઉપરાંત એવા દેશો પણ છે જ્યાં નિયમિત ક્રિકેટ નથી આયોજકોને ઇરાદો વધુને વધુ દેશોમાં ક્રિકેટના બહાને બજાર મોટું કરવાનો છે. આપણે જ્યારે આ વર્લ્ડકપ જોતાં હોઈએ છીએ ત્યારે ક્રિકેટને પ્રોત્સાહન નથી આપતાં તેની મનોરંજક્તાના બજારને પ્રોત્સાહન આપીએ છીએ. ભારત આજના ક્રિકેટ વિશ્વવનું કેન્દ્ર છે ત્યારે તેણે વિચારવું જોઈએ કે શું આ યોગ્ય છે? ક્રિકેટની કલા બજાર બની જાય તો હજુ ઘણા નિયમો બદલાશે.
બાબેન – ચિંતન પટેલ – – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top