Vadodara

પ્રિ-મોનસૂનની કામગીરીમાં કોઇપણ જાતની સેફ્ટી વિના કામ કરતા કામદારો

વડોદરા : ચોમાંસીની ઋતુને લઈને વડોદરા મહાનગર પાલિકા દ્વારા પ્રિ મોન્સુનની કામગરી વધુ સઘન કરી છે. પાલિકાને વડોદરાને સ્માર્ટ બનાવવું છે, પોતે સ્માર્ટ નથી બનવું. વડોદરા મહાનગર પાલિકા દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારમાં પ્રિ-મોન્સુનની કામગીરી ચાલી રહી છે. મજૂરો દ્વારા કરવામાં આવતી સાફ સફાઈમાં કોઇપણ જાતની સેફટી વગર જ પાલિકા દ્વારા કામગીરી કરવામાં આવે છે. પાલિકા લાખો રૂપિયાના ખર્ચે મશીનરી લાવ્યા છે છતાં પણ મેન્યુઅલી કામગીરી કરવામાં આવી રહી છે.

થોડા સમયમાં હવે ચોમાસાની ઋતુની આગમન થવાનું છે. પાલિકા દ્વારા પ્રિમોન્સુનની કામગીરી આંખ શહેરમાં ચાલી જ રહી છે. પાલિકા દ્વારા કરવામાં આવતી પ્રિમોન્સુનની કામગીરીમાં કોઇપણ જાતની સેફટી વગર કામગીરી કરવામાં આવે છે. વડોદરા શહેરમાં આવા સેફટી વગરના અનેક  કિસ્સો બની ચુક્યા છે. પરંતુ પાલિકા દ્વારા કોઇપણ જાતની તસદી સુદ્ધા લેતા નથી. પાલિકાએ લા્ખો રૂપિયાનો ધૂમાડો કરીને વડોદરાને સ્માર્ટ સીટી બનાવવા માટે મશીનરી વસાવી છે. પરંતુ તેનો ઉપ્યોગ પણ કરતા નથી. મેન્યુઅલી  કામ કરવામાં આવે છે. જો કોઈ બનાવ બને તો જવાબદાર કોણ તેવું લોક મુખે ચર્ચાય રહ્યું છે.આમ વડોદરા મહાનગર પાલિકા દ્વારા વડોદરાને સ્માર્ટ સીટી બનાવવાની વાતો કરી રહી છે. “ડાહી સાસરે ન જાય અને ગાંડીને શિખામણ આપે”  તેવો ઘાટ પાલિકા દ્વારા કરવામાં આવે છે. વડોદરા સ્માર્ટ સીટી બનાવવાની વાતો કરનારને શહેરમાં થતી પ્રિ મોન્સુનની કામગીરીમાં સ્માર્ટ વર્ક કરાવતી નથી. પાલિકા દ્વારા પ્રિમોન્સુન કામગીરી મેન્યુઅલી કરવામાં આવે છે. 

Most Popular

To Top