Gujarat

સ્વછતામાં જ પ્રભુતા: પ્રમુખ સ્વામી નગરમાં આ રીતે થઇ રહ્યો છે કચરાનો નિકાલ

અમદવાદ : પ્રમુખસ્વામી મહારાજ (Pramukhswami Maharaj) શતાબ્દી મહોત્સવમાં (Centenary Festival) સ્વચ્છતા જાળવવા બાબતે અનોખુ આયોજન કરવામાં આવ્યું છે.10 સંતોના માર્ગદર્શન હેઠળ 2150 સ્વયંસેવકો (volunteers) દ્વારા સમગ્ર નગરમાં કચરાનો નિકાલ (Waste disposal) કરવાની કામગીરી કરી રહ્યા છે.સ્વચ્છતા ત્યાં પ્રભુતાના સૂત્રને અનુસરવામાં આવતું હોઈ તેવું વિશાળ પ્રમુખસ્વામી નગરીને જોઈને હરકોઈ મંત્રમુગ્ધ થયા છે.વધુમાં અહીંથી નીકળતા આ કચરાનો ઉપયોગ પણ થઇ રાહ્યો છે.રોજે રોજના એંઠવાડ અને શાકભાજીના કચરામાંથી ખાતર તૈયાર કરવામા આવી રહ્યું છે.

2150 સ્વયંસેવકો પ્રમુખસ્વામી મહારાજ નગરમાં સતત સેવા આપી રહ્યા છે
અમદવાદ ખાતે નિર્માણ થયેલ પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોતસવ અંતર્ગત પ્રમુખસ્વામી મહારાજ નગરના 600 એકરની જમીન પર સ્વચ્છતા માટે વિશેષ કાળજી લેવામાં આવી છે. જે માટે બીએપીએસના 10 જેટલા સંતોના માર્ગદર્શન હેઠળ 2150 સ્વયંસેવકો પ્રમુખસ્વામી મહારાજ નગરમાં સતત સેવા આપી રહ્યા છે.આ સ્વયં સેવકોની સતત સેવાના પરિણામે આખું નગર એકદમ ચોખ્ખું ચણાક અને સ્વચ્છ દેખાઈ રહ્યું છે જેનો બધો શ્રેય આ સ્વયં સેવકોને આપવા વગર કોઈ છૂટકો જ નથી.

1700 થી વધુ ડસ્ટબીન પણ મુકવામાં આવી છે
પ્રમુખસ્વામી નગર 600 એકરના વિશાળ ચોગાનમાં બન્યું છે. જેમાં ૨૦૦ એકરમાં દર્શનીય નગર છે, ૪૦૦ એકરમાં પાર્કિંગ વિસ્તાર છે. તેમાંથી 38 એકરમાં રસોડું તેમજ 75 એકરમાં લોકો માટે ઉતારા (આવાસ)ની વ્યવસ્થા કરવામાં છે. પ્રમુખસ્વામી મહારાજ નગરનો સ્વચ્છતા વિભાગ આ સંપૂર્ણ પરિસરને સ્વચ્છ રાખવા કટિબદ્ધ છે. નગરના મુખ્ય ભાગમાં 21 લાખ સ્ક્વેર ફૂટના વિશાળ જમીની વિસ્તારમાં પેવર બ્લોક પથરાયેલા છે. જેમાં 1700 થી વધુ ડસ્ટબીન પણ મુકવામાં આવી છે.

કચરાના નિકાલની પણ સુચારુ ઢબે વ્યવસ્થા કરવામાં આવી રહી છે
આખા નગર માંથી એકત્ર થયેલા કચરાનું રોજેરોજ પૃથ્થકરણ કર્યા બાદ તેનો નિકાલ કરવાની પણ સુચારુ વ્યવસ્થા કરવામાં આવી છે. નગરમાંથી એકઠા થનાર બિન ઉપયોગી હોય તેવા ફાળો ઉપરાંત શાકભાજીના વેસ્ટમાંથી કુદરતી એવું ઓર્ગેનિક ખાતર બનાવવામાં આવી રહ્યું છે. વધુમાં તેમાંથી સારો ભાગ એકત્ર કરી ગૌશાળાઓમાં ગાયોના ચારારૂપે ઉપયોગમાં લેવામાં આવી રહ્યો છે.

કચરાને પણ વેસ્ટમાંથી બેસ્ટ બનાવતા સ્વયં સેવકો
પ્લાસ્ટિકના કચરાનો પણ અનેક રીતે સદુપયોગ થઈ રહ્યો છે. અહીં પ્લાસ્ટિકની બોટલોને ભેગી કરીને તેમાંથી કલાત્મક રીતે કચરાપેટીઓ બનાવાઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે નગરમાં પ્રતિદિન લાખો ભક્તો આવી રહ્યા છે. તે બાબતને ધ્યાનમાં રાખીને દર કલાકે ટોયલેટ બ્લોક સ્વચ્છ રાખવાની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. રોગાણું નાશક દવાનો પ્રયોગ તેમજ ફોગસ્પ્રે દ્વારા મચ્છર દૂર કરવા નિયમિત છંટકાવ પણ કરવામાં આવી રહ્યું છે.

Most Popular

To Top