National

બેંગલુરુ એરપોર્ટથી SITએ પ્રજ્વલ રેવન્નાની ધરપકડ કરી, અશ્લીલ વીડિયો મામલે થશે કાર્યવાહી

બેંગલુરુ: યૌન ઉત્પીડનના (Sexual harassment) આરોપોનો સામનો કરી રહેલા સસ્પેન્ડેડ JDS નેતા (Suspended JDS leader) પ્રજ્જવલ રેવન્નાની (Prajjaval Revanna) ગઇકાલે SIT દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. રેવન્નાની મોડી રાત્રે બેંગલુરુ એરપોર્ટ પરથી ધરપકડ (Arrest) કરવામાં આવી હતી. SITએ પ્રજ્વલ રેવન્ના પાસેથી બે સૂટકેસ પણ જપ્ત કરી હતી. તેમજ ધરપકડ બાદ SIT ટીમ રેવન્નાને CID ઑફિસ લઈ ગઈ હતી. હવે, પ્રજ્વલ રેવન્નાને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

પ્રાપ્ત વિગતો મુજબ પોલીસને પ્રજ્વલના ભારત પરત ફરવાની માહિતી પહેલાથી જ મળી ગઈ હતી. આ પછી SITએ કેમ્પેગૌડા એરપોર્ટની સુરક્ષા વધારી દીધી હતી. પ્રજ્વલ રેવન્ના મોડી રાત્રે જર્મનીથી બેંગ્લોર એરપોર્ટ પહોંચ્યો હતો. અહીં કેમ્પેગૌડા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચતા જ SITએ પ્રજ્વલ રેવન્નાની ધરપકડ કરી હતી. ધરપકડ બાદ SIT ટીમ પ્રજ્વલ રેવન્નાને એરપોર્ટથી કડક સુરક્ષા હેઠળ CID ઓફિસ લઈ ગઈ હતી, જ્યાં તેની પૂછપરછ કરવામાં આવી હતી. ધરપકડ દરમિયાન પોલીસે પ્રજ્વલ રેવન્ના પાસેથી બે સૂટકેસ પણ જપ્ત કરી હતી.

જાતીય શોષણના આરોપો
જેડીએસ નેતા પ્રજ્વલ રેવન્ના પર યૌન ઉત્પીડનનો આરોપ છે. 26 એપ્રિલના રોજ બેંગલુરુમાં જાહેર સ્થળોએ ઘણી પેન ડ્રાઈવ મળી આવી હતી. તેમજ દાવો કરવામાં આવ્યો હતો કે આ પેનડ્રાઈવમાં 3 હજારથી 5 હજાર વીડિયો હતી. તેમજ આ પેનડ્રાઈવમાં હાજર વિડીયોમાં પ્રજ્વલ મહિલાઓને જાતીય સતામણી કરતો જોવા મળ્યો હતો. જેની કાર્યવાહી હાથ ધરવામાં ઇવી હતી. પરંતુ મામલો વધી જતાં રાજ્ય સરકારે SITની રચના કરી હતી. આ પછી પ્રજ્વલ વિરુદ્ધ બળાત્કાર, છેડતી અને બ્લેકમેલિંગની FIR પણ નોંધવામાં આવી હતી. તેમજ પ્રજ્વલના ઘરમાં કામ કરતી મહિલાએ પણ તેના વિરુધ્ધ કેસ નોંધાવ્યો હતો.

પ્રજ્વલ આરોપો સામે આવ્યા બાદ વિદેશ ભાગી ગયો હતો. દરમિયાન, પ્રજ્વલના વકીલે સ્પેશિયલ કોર્ટમાં બળાત્કારના કેસમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી, જે કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી હતી. તેમજ એસઆઈટીએ મંગળવારે હાસન જિલ્લાના મુખ્યાલયમાં સ્થિત પ્રજ્વલના નિવાસસ્થાનની તપાસ કરી હતી. જ્યાથી કેટલીક વાંધાજનક સામગ્રી પણ જપ્ત કરવામાં આવી હતી.

આજે કોર્ટમાં હાજર થશે
પ્રજ્વલ રેવન્ના પર 50થી વધુ મહિલાઓના જાતીય સતામણીનો આરોપ છે. એવો આરોપ હતો કે પ્રજ્વલ રેવન્નાએ 50માંથી 12 મહિલાઓ સાથે બળજબરીપૂર્વક સંબંધો બાંધ્યા હતા. આ સિવાય પ્રજ્વલ ઉપર આરોપ છે કે તેણે અન્ય મહિલાઓને લાલચ આપીને તેમની પાસેથી સેક્સ્યુઅલ ફેવર પણ માંગ્યો હતો. આ તમામ આરોપોની સુનાવણી આજે કોર્ટમાં હાથ ધરવામાં આવશે.

પ્રજ્વલ સામે વિરોધ
ગુરુવારે સેંકડો લોકોએ સસ્પેન્ડેડ જનતા દળ (સેક્યુલર) નેતા પ્રજ્જવલ રેવન્ના વિરુદ્ધ પ્રદર્શન કર્યું હતું, તેમજ પીડિતો માટે ન્યાયની માંગણી કરી હતી. વિરોધીઓએ ‘હસન ચલો’ માર્ચમાં ભાગ લીધો હતો અને આરોપીઓની ધરપકડ અને કેસની નિષ્પક્ષ તપાસની માંગણી પણ કરી હતી. આ માર્ચનું આયોજન ‘નવેદ્દુ નિલાદિદ્દરે’ નામના માનવાધિકાર જૂથ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યભરમાંથી મહિલાઓ, કામદારો, ખેડૂતો અને દલિતોએ ભાગ લીધો હતો.

Most Popular

To Top