Gujarat

ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા કોરોના સંક્રમિત થયા

ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા (Pradipsinh Jadeja) પણ કોરોના સંક્રમિત થયા છે. ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહે આ અંગેની જાણ ટ્વિટ કરીને આપી હતી. તેમણે જણાવ્યું કે, સારવાર માટે તેઓ યુ.એન મહેતામાં હોસ્પિટલ માટે જઇ રહ્યા છે. પ્રદિપસિંહના અંગત સચિવ પણ કોરોના પોઝિટિવ આવ્યા હતા. ત્યાર બાદ પ્રદિપસિંહ પણ કોરોના પોઝિટિવ (Corona Positive) આવ્યા છે. તેઓએ પોતાના સંપર્કમાં આવેલા તમામ લોકોને કોરોના ટેસ્ટ કરાવવા માટેની અપીલ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, તેઓ મોરવા હડફ ખાતે ચૂંટણી (Election) પ્રચારમાં પણ હાજર હતા. ઉપરાંત તેમણે ગુરુવારે લવ જેહાદ પર ગુજરાત વિધાનસભામાં ભાષણ આપ્યું હતું.

ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહે આ અંગેની જાણ ટ્વિટ કરીને આપી હતી. તેમણે જણાવ્યું કે, સારવાર માટે તેઓ યુ.એન મહેતામાં હોસ્પિટલ માટે જઇ રહ્યા છે. ઉપરાંત તેઓએ વિનંતિ કરી હતી કે જે લોકો તેમના સંપર્કમાં આવ્યા છે તેઓ કાળજી લે.

હાલમાં લોકડાઉનની કોઈ વિચારણા નથી- નીતિન પટેલ

રાજયમાં એક તરફ કોરોનાના કેસો વધી રહયા છે ત્યારે સરકારે હવે ફરીથી બીજા લોકડાઉનની શકયતા નકારી કાઢી છે.આજે વડોદરા ખાતે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહયું હતું કે રાજયમાં હાલમાં લોકડાઉનની કોઈ વિચારણા નથી.બીજી તરફ પટેલે કહયું હતું કે કોરોના સહિતની ટ્રીટમેન્ટ માટે ખોટા અને મસમોટા બિલો બનાવનાર હોસ્પિટલો સામે સરકાર દ્વ્રારા કાયદેસર પગલા ભરાશે.
પટેલે જણાવ્યું છે કે રાજયમાં વધતા કોરોના ના સંક્રમણને રોકવા માટે રાજય સરકાર અસરકારક કામગીરી કરી રહી છે ત્યારે પ્રજાજનોએ પણ કોરોનાના પ્રોટોકોલનુ ચુસ્તપણે પાલન કરે અને સંયમ રાખી સહયોગ આપે એ જરૂરી છે.રાજયની ખાનગી હોસ્પિટલો કોરોનાના દાખલ દર્દીઓને ખોટા બિલો બનાવી બિનજરૂરી રીતે વધુ સમય દાખલ રાખી નાણા વસુલવાનો પ્રયાસ કરશે તો એની સામે કડક કાર્યવાહી કરાશે આ માટે રાજય સરકારે નિષ્ણાંત તબીબોની ટીમની રચના કરી દીધી છે.આ ટીમો આવતીકાલથી જ રાજયની તમામ ખાનગી હોસ્પિટલોની મુલાકાત લઈ દર્દીઓને અપાતી સારવારનો અભ્યાસ કરશે અને ગેરરીતી જણાશે તો એપેડેમીક એકટ હેઠળ કડક કાર્યવાહી કરાશે.
તેમણે કહયું હતું કે રાજયમા હાલ ૨૨૦૦ થી ૨૫૦૦ કેસો આવી રહ્યા છે ત્યારે સંક્રમણને રોકવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષે રોજ યોજાતી કોર કમિટીની બેઠકમાં સમીક્ષા કરીને યોગ્ય નિર્ણયો પણ અમે લઈ રહ્યા છીએ .રાજયમાં હાલ કોઈ લૉકડાઉનની આવશ્યકતા જણાતી નથી જરૂરીયાત મુજબ યોગ્ય સમયે યોગ્ય નિર્ણય કરાશે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top