સુરતના નાના વેપારીઓ બેન્કોની આ સિસ્ટમથી પરેશાન, RBIને કરી ફરિયાદ

સુરત: (Surat) રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાને (RBI) ઊંચી કિંમતના ચેકનું (Cheque) વિતરણ કરવા PPS (Positive Pay System)માં સુધારો કરવા અનુરોધ કરતો પત્ર (Latter) એફએમસીજી (FMCG) સેક્ટર સાથે સંકળાયેલા વેપારીઓ (Traders) દ્વારા પાઠવવામાં આવ્યો છે. આ સુધારાથી દેશભરમાં મોટી સંખ્યામાં નાના અને મધ્યમ કદના વ્યવસાયોને ખૂબ મદદ મળી શકે છે.

હિતેશ મહેતાએ ભારતીય રિઝર્વ બેંકના ગવર્નરને પાઠવેલા પત્રમાં જણાવ્યું છે કે, બેંકની (Bank) સોફ્ટવેર સિસ્ટમમાં (Software system) એવી જોગવાઈ હોવી જોઈએ કે, જે હેઠળ તમામ ચેક સંસાધનોના નંબર રેકોર્ડ (Record) થાય. સમયસર આ સિસ્ટમથી સાધનો જારી થવાથી કરીને PPSની ચકાસણી કરતી વખતે માત્ર ચોક્કસ રકમની જરૂર પડે અને તે વિતરકો અને ડીલરો દ્વારા મેનેજ કરી શકાય. જો આ વ્યવસ્થા ગોઠવાય, તો મુશ્કેલી વગર અને નિર્વિરોધ ક્લિયરિંગ (Clearing) થશે.

  • PPS વિગતો સબમિટ ન કરવાના કિસ્સામાં, CTS ક્લિયરિંગ દ્વારા ચેક રજૂ કર્યા પછી, રૂ.5 લાખ અને તેથી વધુની કિંમતના ચેકો રજૂ કરનાર બેંકને ‘પોઝિટિવ પે વિગતો ઉપલબ્ધ નથી’ એવાં કારણોસર ચેક પરત થઈ રહ્યાની ફરિયાદ

શું છે PPS સિસ્ટમ?
ચેક ટ્રાન્ઝેક્શનને (Check Transaction safe) સુરક્ષિત બનાવવા RBIએ તમામ બેંકોને 1 જાન્યુઆરી, 2021થી પોઝિટિવ પેમેન્ટ સિસ્ટમ (PPS) દાખલ કરવાનો નિર્દેશ આપ્યો છે. PPS ચેક ક્લિયરિંગ સિસ્ટમમાં વધારાની સુરક્ષા મજબૂતીથી પ્રદાન કરે છે, જેમાં ચેક રજૂ કરનાર ચેકની વિગતો સબમિટ કરે છે. જ્યારે લાભાર્થી ક્લિયરિંગ માટે ચેક જમા કરાવે છે, ત્યારે રજૂ કરાયેલ ચેકની વિગતોની સરખામણી PPS દ્વારા બેંકને આપવામાં આવેલી વિગતો સાથે કરવામાં આવશે.

બેંકો દ્વારા રૂ.5 લાખ અને તેનાથી વધુ રકમના ચેક માટે PPS દ્વારા ચેકની વિગતો રજૂ કરવી ફરજિયાત કરવામાં આવી છે. ગ્રાહકો દ્વારા PPS વિગતો સબમિટ ન કરવાના કિસ્સામાં, CTS ક્લિયરિંગ દ્વારા ચેક રજૂ કર્યા પછી, રૂ.5 લાખ અને તેથી વધુની કિંમતના ચેકો રજૂ કરનાર બેંકને ‘પોઝિટિવ પે વિગતો ઉપલબ્ધ નથી’ એવા રિટર્ન કારણ નિવેદન સાથે પરત કરવામાં આવશે.

શું થઈ રહી છે સમસ્યા?
હિતેશ મહેતા કહે છે, ‘આવી બેંકો પાસે તમામ ચેક ઇન્સ્ટ્રુમેન્ટના સિરિયલ નંબરો હોવાથી, બેંકોએ ફક્ત એક્ટિવેશન માટે જોગવાઈ કરવાની અને તેમની ડેટાબેંકમાંથી સંબંધિત વિગતો મેળવવાની જરૂર રહે છે. કોઈ જોગવાઈ હશે નહીં કે મોટી ડીલ, બેંકિંગ સોફ્ટવેર આ રીતે કામ આપી શકે છે.’

મોટા પ્રમાણમાં વ્યવસાયો ચેક ક્લિયરિંગ સિસ્ટમમાં PPSની જોગવાઈની પ્રશંસા કરે છે, જે ટ્રાન્ઝેક્શનને યોગ્ય રીતે અને યોગ્ય પક્ષને પ્રોસેસ કરવામાં મદદરૂપ થઈ શકે છે. જો કે, બેંકોને દર વખતે ચેક રજૂ કરવામાં આવે ત્યારે પીપીએસની કન્ફર્મેશનની જરૂર પડે છે. જે ચૂકવણી કરતી કંપની પાસેથી ચોક્કસ વિગતો એકત્રિત કરતી વખતે બોજારૂપ અને વિલંબિત લાગી શકે છે. ચૂકવણી કરનાર કંપની ચૂકવણીની રકમ માટે અને ઘણી વખત ક્રેડિટ એડ્જસ્ટ કર્યા પછી ડિપોઝિટ કરે છે. આવી સ્થિતિ પ્રોસેસ અને સિસ્ટમ પર બોજારૂપ લાગે છે.

Most Popular

To Top