પી.પી. સવાણી યુનિવર્સિટીએ NAAC A+ માન્યતા પ્રાપ્ત કરી છે, જે દક્ષિણ ગુજરાતની એકમાત્ર અને પ્રથમ મૂલ્યાંકન ચક્રમાં આ શ્રેષ્ઠ ગ્રેડ પ્રાપ્ત કરનાર યુનિવર્સિટી બની છે. NAAC ના CGPA ગ્રેડમાં PPSU ને મહત્તમ 4 માંથી 3.38 ગ્રેડ પ્રાપ્ત કરવાની સફળતા મળી છે.
પી.પી. સવાણી યુનિવર્સિટી દક્ષિણ ગુજરાતની નંબર 1 યુનિવર્સિટી છે અને ગુજરાતની ટોચની પાંચ ખાનગી યુનિવર્સિટીઓમાંની એક છે, જે તેના શૈક્ષણિક ગુણવત્તા અને પ્રતિબદ્ધતાનું જીવંત પ્રમાણ છે. માત્ર 7 વર્ષની ટૂંકી શૈક્ષણિક યાત્રામાં PPSU એ આ મહાન સિદ્ધિ પ્રાપ્ત કરી છે, જે ખરેખર પ્રસંશનીય છે.
આ સિદ્ધિ PPSU ના વિદ્યાર્થીઓ માટે અનેક ફાયદા ઊભા કરે છે. શ્રેષ્ઠ માળખાગત સુવિધાઓ, આધુનિક સંસાધનો, ઉદ્યોગને અનુરૂપ અભ્યાસક્રમ અને અનુભવી ફેકલ્ટી દ્વારા PPSU વિદ્યાર્થીઓને ગ્લોબલ લેવલ પર સ્પર્ધા સક્ષમ બનાવે છે. PPSU માત્ર શૈક્ષણિક જ્ઞાન પૂરું પાડતું નથી, પણ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે પ્રેરિત કરે છે. અદ્યતન તકનીકો અને સંશોધન સુવિધાઓ સાથે PPSU શિક્ષણને નવી ઊંચાઈએ લઈ જવામાં આગળ છે.
અહીંના પ્રોફેસરો અને વિષય નિષ્ણાત વિદ્યાર્થીઓને ઉદ્યોગ માટે તૈયાર કરવા માટે નવીન અને રોચક પદ્ધતિઓ અપનાવે છે. PPSU માં ફેકલ્ટી સશક્તિકરણ માટે વિશેષ તાલીમ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે, જે શિક્ષણની ગુણવત્તા વધારવામાં સહાય કરે છે.
યુનિવર્સિટીના સ્થાપક અને પ્રેસિડન્ટ શ્રી વલ્લભભાઈ સવાણીજી (બાપુજી) એ આ સફળતા માટે કુલપતિ ડો. પરાગ સંઘાણી અને સમગ્ર PPSU પરિવારને આનંદ અને ગૌરવપૂર્ણ અભિનંદન પાઠવ્યા અને ભવિષ્યમાં હજુ વિશેષ સંસ્કાર અને સમાજોપયોગી ઉત્તમ શિક્ષણ પ્રદાન કરાવવા આહલેક કરી યુનિવર્સિટીના ડિરેક્ટર સ્નેહ સવાણી અને તમામ ટ્રસ્ટીઓ દ્વારા સમગ્ર પી.પી. સવાણી યુનિવર્સિટી પરિવારને અભિનંદન પાઠવવામાં આવ્યા તેમજ યુનિવર્સિટીના કુલપતિ ડો. પરાગ સંઘાણીએ પ્રેસિડન્ટ, વલ્લભભાઈ સવાણીથી લઈ પ્યુન સુધી તમામનો આભાર વ્યક્ત કર્યો અને આ સફળતા માત્ર શરુઆત છે એવું જણાવી, વિદ્યાર્થીઓ અને સમાજના ઉત્કર્ષ માટે વધુ ખંતપૂર્વક પરિશ્રમ કરવા માટેનું આહવાન કર્યું.
NAAC A+ ગ્રેડ પ્રાપ્ત યુનિવર્સિટી તરીકે PPSU ભાવિ પેઢીને ગુણવત્તાસભર શિક્ષણ અને ઉત્તમ વ્યવસાયિક તકો પૂરું પાડવા માટે પ્રતિબદ્ધ છે. આ સિદ્ધિ PPSU ને વૈશ્વિક સ્તરે પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા તરીકે ઉભી કરવામાં મદદ કરશે.
