નડિયાદ: થર્મલ ચોકડી નજીક નમી ગયેલાં વીજ વાયર સાથે સંપર્કમાં આવેલ ટેન્કરમાં કરંટ ઉતરવાથી આગ લાગી હતી. આ ઘટનામાં ટેન્કરચાલકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.થર્મલ ચોકડી નજીક ગત રાત્રીના સમયે એક સિમેન્ટ બલ્કર (ટેન્કર) નં જીજે ૩૨ ટી ૮૮૩૨ નો ચાલક પોતાનું વાહન રિવર્સ લઈ રહ્યો હતો. તે વખતે નમી ગયેલ વીજવાયરના સંપર્કમાં આવવાથી ટેન્કરમાં કરંટ ઉતર્યો હતો. જેથી ટેન્કરના ચાલકનું ડ્રાઈવીંગ સીટ પર જ કરૂણ મોત નિપજ્યુ હતું. બીજી બાજુ કરંટને પગલે ટેન્કરમાં આગ પણ લાગી હતી. બનાવની જાણ થતાં ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને ટેન્કરની ડ્રાઈવીંગ સીટ પરથી ચાલકનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. જે બાદ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. એમજીવીસીએલ તંત્રની બેદરકારીને કારણે વાહનચાલકનો ભોગ લેવાયો હોવાને પગલે લોકોમાં ભારે આક્રોશ ફેલાયો હતો.
વીજવાયરને અડતાં ટેન્કર ચાલકનું મોત
By
Posted on