ગયા વર્ષે મુંબઇમાં વીજળીનો ગંભીર આઉટેજ થયો હતો. એવું કહેવામાં આવતું હતું કે આ પાવર આઉટેજ એ દાયકાઓમાં સૌથી ગંભીર વીજળી આઉટેજ હતો.
મુંબઈમાં આ વીજળીનો આઉટેજ ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા વિવાદ સાથે પણ જોડાયેલો હતો. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે આ એક ચીની હેકરો દ્વારા ભારત પર કરવામાં આવેલો એક સાયબર હુમલો (hacking) હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ સાયબર હુમલો ચીન વતી ભારતને ચેતવણી આપવા માટે કરાયો હતો.
ગયા વર્ષે મુંબઈમાં વીજળીની નિષ્ફળતા અંગે ન્યૂયોર્ક ટાઇમ્સના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે તે ચીનનો સાયબર હુમલો હતો. જ્યારે ભારત અને ચીનના સૈનિકો સરહદ પર ફસાઇ ગયા હતા, ત્યારે ભારતની ઇલેક્ટ્રિક સપ્લાયની કંટ્રોલ સિસ્ટમમાં એક મૌલવેયર દાખલ કરવામાં આવ્યું હતું. જેના કારણે મુંબઇનો વીજ પુરવઠો અટક્યો હતો. ગયા વર્ષે નવેમ્બરમાં, ઇન્ડિયા ટુડેના એક અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે મહારાષ્ટ્ર સાયબર વિભાગે એવી આશંકા વ્યક્ત કરી હતી કે વીજળીના આઉટેજ પાછળ મૌલવેયર હુમલો થઈ શકે છે. વીજળીના આઉટેજનું મુખ્ય કારણ થાણે જિલ્લાના પડખામાં ડિસ્પેચ સેન્ટર નજીક ટ્રિપિંગ થયું હતું.
આને કારણે ગયા વર્ષે 12 ઓક્ટોબરે મુંબઈમાં કેટલાક કલાકો સુધી વીજળીનો આઉટેજ જોવા મળ્યો હતો. સવારે 10 વાગ્યે શરૂ થયેલી આ સમસ્યા બપોર સુધીમાં સુધારી લેવામાં આવી હતી. NYTના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ફ્યુચર કંપની દ્વારા મૌલવેયર ટ્રેસિંગ નોંધવામાં આવી છે. તે એક સાયબર સિક્યુરિટી કંપની છે. તેની સ્થાપના મૌસચૂસેટ્સના સોમરવિલેમાં 2009 માં થઈ હતી.
કંપનીનો દાવો છે કે તમામ મૌલવેયર સક્રિય નહોતા. આનો અર્થ એ થયો કે મૌલવેયરનો નાનો પ્રપોશ્ર્નના લીધે મુંબઈમાં વીજળી આઉટેજનું કારણ બન્યું. (RedEcho) કંપનીને આ માટે દોષી ઠેરવ્યા છે. રેડ ઇકો ચીની સ્ટેટ સ્પોન્સર જૂથ છે. કંપનીએ વધુમાં કહ્યું કે, સિક્યોરિટી રિસ્ટરીક્સ્નને કારણે, તે પોતે કોડ ચકાસી ન શકી. રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે સુરક્ષા કંપનીએ તેની માહિતી ભારતને આપી છે.
જો કે, આ સાયબર સિક્યુરિટી કંપનીએ એમ પણ કહ્યું છે કે હાલના કોઈ પુરાવા નથી કે મુંબઈમાં વીજકાપ હાલના હેકર જૂથ દ્વારા થયો હતો. આ ફર્મ એ પણ કહ્યું છે કે તેણે તેના તારણો (CERT)ને મોકલી આપ્યા છે જે ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી મંત્રાલયની અંદર આવે છે. નોંધપાત્ર વાત એ છે કે, ચાઇનીઝ હેકરો પહેલાથી જ આ પ્રકારના સાયબર એટેક માટે જાણીતા છે. પરંતુ તે કહેવું મુશ્કેલ છે કે તે કયા પ્રકારનો સાયબર હુમલો હતો. એટલે કે, તે રાજ્ય પ્રાયોજિત સાયબર એટેક હતો અથવા તે કોઈ હેકર જૂથ દ્વારા કરવામાં આવેલ સાયબર હુમલો હતો.