National

દિલ્હી એરપોર્ટ પર અડધો કલાક સુધી પાવર કટ, બધી કામગીરી ઠપ્પ થઈ, મુસાફરો ગરમીથી અકળાયા

નવી દિલ્હી: દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આજે તા. 17 જૂનને સોમવારે અચાનક વીજળી ગુલ થવાને કારણે હંગામો મચી ગયો હતો. એરપોર્ટ પર લગભગ 30 મિનિટ સુધી પાવર ફેલ્યોર રહ્યો હતો, જેના કારણે બોર્ડિંગથી લઈને ચેક-ઈન સુધીની સર્વિસ ખોટકાઈ ગઈ હતી. કામગીરી ઠપ્પ થઈ જતા મુસાફરો પરેશાન થઈ ગયા હતા. ગરમીના લીધે અકળામણ અનુભવી હતી. એરપોર્ટ પર અચાનક આ સમસ્યા શા માટે સર્જાઈ તે હજુ સ્પષ્ટ થયું નથી. 

વીજ પુરવઠો ખોરવાતા અંધકાર છવાયો હતો. તેમજ ફ્લાઇટ ઓપરેશન સહિત એરપોર્ટની સમગ્ર વ્યવસ્થા ઠપ્પ થઇ ગઇ હતી. એટલું જ નહીં મુસાફરોને પાણી સહિતની જીવનજરૂરી ચીજવસ્તુઓની સમસ્યાનો પણ સામનો કરવો પડ્યો હતો.

સૂત્રોના જણાવ્યા અનુસાર, અચાનક પાવર ફેલ થવાના કારણે એરલાઈન્સ ચેક-ઈન સિસ્ટમ, સુરક્ષા તપાસ માટે ઉપયોગમાં લેવાતા ડોર ફ્રેમ મેટલ ડિટેક્ટર (DFMD) સહિતની કામગીરી ઠપ થઈ ગઈ હતી. એક સ્થિરતા. થોડીવાર પછી વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવામાં આવ્યો હતો, પરંતુ આ સિસ્ટમોને પુનઃશરૂ કરવામાં ઘણો સમય લાગ્યો હતો.

યુઝર્સે સોશિયલ મીડિયા પર ફરિયાદ કરી હતી
ગૌરવ કુમાર નામના યુઝરે એક્સ પરની એક પોસ્ટમાં જણાવ્યું હતું કે પાવર ફેલ થવાના કારણે બોર્ડિંગ અને ચેક-ઈનમાં મુશ્કેલી આવી રહી છે. IGI ખાતે છેલ્લા 30 મિનિટથી પાવર કટ છે. જેના કારણે દિલ્હી એરપોર્ટ પર બોર્ડિંગ પર અસર પડી છે.  નીરવ કુમાર નામના અન્ય વ્યક્તિએ પોસ્ટમાં જણાવ્યું હતું કે દિલ્હી એરપોર્ટના ટર્મિનલ 3 પર સર્વર અડધા કલાકથી ડાઉન છે. એર ઈન્ડિયાનો ગ્રાઉન્ડ સ્ટાફ પરિસ્થિતિનો સામનો કરવામાં અસમર્થ જણાય છે અને મુસાફરોની હાલત સતત ખરાબ થઈ રહી છે. આશા છે કે મારી ટ્વીટ કોઈનું ધ્યાન આકર્ષિત કરશે. 

Most Popular

To Top