ડાકિયા ડાક લેકર આયા. યે મેરા પ્રેમ પત્ર પઢકર નારાજ ના હોના સંગમ. આજે તો ફોનના જમાનામા એ ભુલાઇ જ ગયું. મહોલ્લાને નાકે પોસ્ટનો લાલ ડબ્બો હોય તેમા આપણા પત્ર નાખવાના થોડા પૈસામાં પોસ્ટ કરેલો કાગળ કયાંનો કયાં પહોંચી જાય. ગાડીમા કે બસમાં જાય તો પૈસા પડે પણ જરા અમથા પૈસામા પોસ્ટકાર્ડ કયાની કયાં સફળ કરે. વહેલી સવારથી પત્ર આવવાનો હોય તો ખાખી કપડાવાળા ટપાલીની વાર જોઇએ ને ટપાલ લાવે તો ખુશી થાય.
તે જમાનો હતો આ પોસ્ટ ઓફિસને ટપાલના કવરને ટીકીટ પોસ્ટકાર્ડ માટે લાઇન લાગતી હતી હવે તો મોબાઇલમા વોટસઅપ પર બહારના દેશો સાથે પણ વાતચીત થઇ જાય. પહેલાના સમયમા ટેલીગ્રામ કરતા હવે તે કયાં છે થોડા પૈસાનો પોસ્ટકાર્ડ તમારા સ્વજનને માહિતી બરાબર પહોંચાડે છે. હું પોતે પણ પોસ્ટકાર્ડ કવરનો ઉપયોગ કરતો. પોસ્ટ ઓફિસમા કવર ટીકીટ લેવા લાઇનોલાગતી. મહોલ્લાને નાકે હવે તો ભાગ્યે જ પોસ્ટ ઓફિસના ડબલા દેખાય ને દેખાય તો કોઇ ટપાલ નાખતુ નથી. તે જમાનો ગયો. ગુજરા હુઆ જમાનો થઇ ગયો.
વલસાડ – રવિન્દ્ર પી. પાનવાલા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે
એસ.ટી. બસના વહીવટી તંત્રમાં સુધારો જરૂરી
હાલમાં જ મારા એક વડીલ વ્યક્તિએ ચોટીલા જવા માટેની એસ.ટી. બસની સ્લીપર કોચની ટીકીટ લીધી અને ઈન્ક્વાયરી કાઉન્ટર પર બસ અંગે માહિતી પૂછતાં જણાવ્યું કે ચોટીલાની બસ રાત્રે 8:30 વાગે લીનીયર બસ સ્ટેન્ડ પરથી ઉપડશે. વડીલ વ્યક્તિ તેમના સ્વભાવ અનુસાર સાંજે 7 વાગે લીનીયર બસ સ્ટેન્ડ પહોંચી ગયા અને રાત્રે 12 વાગ્યા સુધી ચોટીલા જતી બસોની રાહ જોઈ પરંતુ ધીરજ ખૂટી ગઈ પરંતુ ચોટીલાની કોઈ બસ આવી નહીં.
પછી જણાવવામાં આવ્યું કે ચોટીલા જતી બસ સાંજે 6 વાગ્યાની ઊપડી ગઈ છે અને ચોટીલા જતી તે એક માત્ર બસ હતી. પ્રશ્ન એ ઉદ્ભવે છે કે ઈન્કવાયરી કાઉન્ટર પર બિનમાહિતગાર વ્યક્તિઓને કેમ બેસાડવામાં આવે છે જે મુસાફરોને ખોટી માહિતી આપે છે. જો આકસ્મિક સંજોગો અનુસાર બસના સમયમાં ફેરફાર પણ થયો હોય તો બસ ડ્રાઈવર-કન્ડક્ટરની ફરજ છે કે તે અંગે મુસાફરને તેમના ફોન પર જાણ કરે. હવે એસ.ટી. બસના સત્તાધીશો મુસાફરોના હિતમાં જાગૃત થાય અને વહીવટી તંત્ર સુધારે.
સુરત – રાજુ રાવલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે