નવી દિલ્હી: ભારતની (India) પ્રખ્યાત ટેનિસ ખેલાડી (Tennis player) સાનિયા મિર્ઝા અને ભૂતપૂર્વ પાકિસ્તાની (Pakistan) ક્રિકેટર (Crickter) શોએબ મલિકની લવ સ્ટોરી (Love Story) એવી કહાનીઓમાંથી એક છે જેણે બંને દેશોમાં હલચલ મચાવી દીધી હતી. લગભગ 5 મહિના સુધી એકબીજાને જાણ્યા પછી બંનેએ લગ્ન (Marriage) કરવાનો નિર્ણય લીધો. 12 એપ્રિલ 2010ના રોજ બંનેના લગ્ન થયા હતા. હાલ આ કપલ દુબઈમાં રહે છે. પરંતુ આ કપલ માટે એવા સમાચાર મળી આવ્યા છે જેણે તમામને ચોંકાવી દીધા છે.
જણાવી દઈએ કે આ દંપતીને 2018 માં એક છોકરાને જન્મ આપ્યો જેનું નામ તેઓએ ઇઝહાન મિર્ઝા મલિક રાખ્યું હતું. સૂત્રો પાસેથી જાણકારી મળી આવી છે કે આ સ્પોર્ટલ કપલ વચ્ચે કંઈક અડચણ આવી છે. આ સાથે તેમના ચાહકો અનુમાન લગાડી રહ્યાં છે કે આ દંપતી અલગ થઈ ગયું છે. મળતી માહિતી મુજબ આ કપલ માત્ર એટલા માટે એકસાથે મળી ગયું છે કારણ કે તેઓ તેમના પુત્રને સૌહાર્દપૂર્ણ રીતે સહ-પાલન કરી શકે. જણાવી દઈએ કે સાનિયાએ તેના પુત્ર સાથે શેર કરેલી પોસ્ટમાં કે જેમાં તેનો પુત્ર તેના નાકને ચુંબન કરી રહ્યો છે, તેણે તેના પુત્રને તેના સ્ટ્રેસ બસ્ટર તરીકે ઉલ્લેખ કર્યો છે.
કેટલાક સ્રોતો અનુસાર શોએબ મલિકે તેના શો દરમિયાન તેની પત્ની સાથે કથિત રીતે છેતરપિંડી કરી છે. શોએબ મલિકના કેટલાક સ્ક્રીનશોટ અને ચેટ્સ પણ ઇન્ટરનેટ પર વાયરલ થયા છે. જો કે, આ દંપતીએ હજુ સુધી આ અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી. અત્રેએ ઉલ્લેખ કરવો યોગ્ય છે કે દંપતીએ થોડા દિવસો પહેલા તેમના પુત્રનો જન્મદિવસ ઉજવ્યો હતો. જો કે શોએબે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલીક ફેમિલી તસવીરો શેર કરી હોવા છતાં સાનિયાએ ઈવેન્ટમાંથી કોઈ તસવીર શેર કરી નથી. જયારે બીજી બાજુ તેમના ચાહકો વિભાજનની અફવાઓ સાંભળીને દિલગીર છે.