તનાવ: હકારાત્મક હોય તો તારે નહીં તો ડૂબાડે. સ્વ. ભગવતીકુમાર શર્મા એમની એક પંકિતમાં કહે છે ‘આપણે વારસાગત સમસ્યાના માણસ’ જીવનમાં મજૂરથી લઇને મિલમાલિક સમસ્યા સંઘર્ષ, પડકારો દરેકને છે. અને સમસ્યા છે તો ઉકેલ છે, નહીં તો સમાધાન છે અને સમસ્યા તનાવ લઇને આવે છે અને તનાવને હકારાત્મક રીતે લઇશું તો તારશે.નહીં તો ડૂબાડશે. વિદ્યાર્થીએ પરીક્ષામાં સારી રીતે સફળ થવા કરેલી મહેનત કે લીધેલો તનાવ પોઝીટીવ છે અને આવી પડેલી મુશ્કેલીમાં માત્ર બેસીને ચિંતન કરવાથી તે નેગેટીવ સ્ટ્રેસમાં પરિણમે છે અને મુશ્કેલીમાં રસ્તો શોધવાથી તે હકારાત્મક બને છે. આમ, પોઝિટિવ સ્ટ્રેસ જીવનમાં જરૂરી છે.
સુરત – વૈશાલી શાહ- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
હકારાત્મક તનાવ
By
Posted on