હિન્દુ ધર્મ અનુસાર દરેક માસમાં આવતી પૂનમની તિથિ અત્યાધિક મહત્વની હોય છે. પૂનમની તિથિનું ખાસ મહત્વ એટલા માટે પણ હોય છે કે પૂર્ણિમાની જ એકમાત્ર તિથિ છે જ્યારે ચંદ્રમા તેની પૂર્ણ કળાએ ખીલે છે. કહેવાય છે કે ચંદ્રને પૂનમની તિથિ પ્રિય હોય છે. એટલા માટે જ ચંદ્રમા પોતાના પૂર્ણ આકારમાં પૂનમના દિવસે જ જોવા મળે છે. હિન્દુ ગ્રંથોમાં પોષ પૂર્ણિમા(પોષી પૂનમ)ના દિવસનું પણ વધારે મહત્વ દર્શાવાયું છે. આ દિવસે નદીમાં સ્નાન અને સૂર્ય દેવને અર્ધ્ય ચઢાવવાનું વિશેષ મહત્વ છે. પોષ માસની પૂનમના દિવસે ગંગા સ્નાનનું પણ ખૂબ જ મહત્વ હોય છે. આ વર્ષ આ પોષી પૂનમ 17 જાન્યુઆરી 2022ના રોજ સોમવારે આવે છે. આ દિવસે ખાસ વ્રત કરવાનું પણ મહત્વ છે. આ વ્રત કેટલીક જગ્યાએ બહેનો પોતાના ભાઈની સુખાકારી અને સમૃદ્ધિ માટે કરે છે. બહેન પોતાના ભાઈ માટે વ્રત કરે છે વિક્રમ સંવતના ત્રીજા માસ એટલે કે પોષ મહિનામાં આવતી પૂનમ એટલ પોષી પૂનમ. વર્ષભરમાં આવતી બાર પૂનમમાંથી પોષી પૂનમનું મહત્વ ખાસ હોય છે. આ પૂનમના દિવસે માં આદ્યશક્તિ અંબાજીનો પ્રાગટ્ય ઉત્સવ ઉજવાય છે અને સાથે જ આ પૂનમના દિવસે કુંવારી બહેનો ભાઈ માટે પૂનમનું વ્રત પણ રહે છે. વર્ષમાં બે પૂનમ આવે છે જે ભાઈ અને બહેનના પ્રેમનું પ્રતિક હોય છે. એક શ્રાવણ માસની પૂનમ એટલે કે રક્ષાબંધન અને એક પોષ મહિનાની પૂનમ.!
સુરત – સુનીલ રા.બર્મન –આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
પોષી પૂનમ : આદ્યશક્તિશ્રી અંબાજી પ્રાગટય ઉત્સવ!
By
Posted on