Gujarat

પોરબંદરમાં સીએમ ભૂપેન્દ્ર પટેલની તિરંગા યાત્રામાં પણ બે આખલા ઘૂસી ગયા

ગાંધીનગર : રાજયમાં હવે રખડતા પશુઓની સમસ્યા વકરી રહી છે. ખુદ ભાજપની નેતાગીરીને (BJP Leaders) પણ તેનો કડવો અનુભવ થઈ રહ્યો છે. હજુ ગઈકાલે જ કડીમાં તિરંગા યાત્રા દરમ્યાન પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલને તિરંગા યાત્રા દરમિયાન ગાયે અડફેટે લીધા હતા. જેના પગલે તેમને ઢીંચણના ભાગે ઈજા થવા પામી હતી. તેમને કડીની જ ભાગ્યોદય હોસ્પિટલમાં (Hospital) ઢીંચણની સારવાર કરીને રજા અપાઈ હતી. બીજી તરફ મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ પોરબંદરમાં પણ તિરંગા યાત્રા દરમ્યાન સીએમ ભૂપેન્દ્ર પટેલ ત્યાં પહોંચ્યા તે વખતે બે આખલા રેલીમાં આવી ચડયા હતાં. જયારે તેમની કાર પસાર થઈ રહી હતી તે વખતે પણ બે આખલા વચ્ચે આવી ગયા હતાં. અલબત્ત, કોઈને ઈજા કે અકસ્માત થયો નહોતો.

સીએમ ભૂપેન્દ્ર પટેલની રેલી કે તેમના કારના કાફલામાં કોઈ રખડતા પશુઓ વચ્ચે આવી નહીં જાય તે માટે નગરપાલિકાના અધિકારીઓને ખાસ સૂચના અપાઈ હતી તેમ છતાં પરત આવતી વખતે સીએમ પટેલની કાર યુગાન્ડા રોડ પરથી પસાર થી રહી તે વખત એક આખલો ઘૂસી આવ્યો હતો. જો કે પોલીસે સમયસૂચકતાં વાપરતા અક્માત સર્જાતા બચી ગયો હતો.

આજે મોડાસામાં મુખ્યમંત્રી ધ્વજવંદન કરાવશે
ગાંધીનગર : આવતીકાલે રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી અરવલ્લીના મોડાસા ખાતે કરવામાં આવનાર છે. આજે સાંજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તથા સીએમ ભૂપેન્દ્ર પટેલ મોડાસા પહોચી ગયા હતા. સાંજે મોડાસા ખાતે યોજાયેલા સાસ્કૃતિક કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ ઉપરાંત જિલ્લાના વિશિષ્ટ વ્યક્ત્તિઓનું સન્માન કરાયુ હતું.

આવતીકાલે સવારે મોડાસામાં મદાપુર કંમ્પા પાસે આવેલા સરકારી ઈજનેરી કોલેજના મેદાનમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાશે, અહી સવારે 9 વાગ્યે સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વ્રારા રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવશે. ત્યારબાદ હેલિકોપ્ટર દ્વ્રારા પુષ્પવર્ષા કરાશે. સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વ્રારા સંબોધન કરવામાં આવનાર છે.

Most Popular

To Top