Charchapatra

વસ્તી વધારો આશીર્વાદ કે અભિશાપ??

અત્યારે આપણા દેશ અને વિશ્વમાં વિશ્વમાં વસ્તી વધારા કે ઘટાડા અંગે વિવિધ અભિપ્રાયો વ્યક્ત થઇ રહ્યા છે. અત્યારે વિશ્વની માનવ વસ્તી અંદાજે આઠ અબજ જેટલી છે. વિશ્વમાં વધી રહેલી વસ્તીનું વલણ કે ટ્રેન્ડ પણ જાણવો ખૂબ જ જરૂરી છે. દુનિયાના કેટલાક દેશોમાં વસ્તી ઘટી રહી છે તે અંગેની ચિંતા વ્યક્ત થઈ રહી છે. વસ્તી વધારો અને ઘટાડો એ બંને મારી દ્રષ્ટિએ સમસ્યારૂપ છે. દુનિયામાં સૌથી વધુ વસ્તીવાળો આપણો દેશ બની ગયો છે ત્યારે માનવ વસ્તી વધુ હોય તો તેના પોઝિટિવ અને નેગેટીવ પાસાઓ અંગે વિચારવાનો સમય પાકી ગયો છે. એક સમય એવો હતો કે સરકાર દ્વારા કુટુંબ નિયોજન થકી વસ્તીને નિયંત્રણમાં રાખવા માટે ઝુંબેશ ચલાવવામાં આવતી હતી.

કેટલાક નિષ્ણાતો ભારતમાં વધી રહેલી વસ્તી અંગે ચિંતા વ્યક્ત કરે છે. તો કેટલાક એને હકારાત્મક દ્રષ્ટિએ પણ મૂલવે છે. વસ્તી વધારાને વર્કફોર્સ તરીકે જોનારો પણ એક વર્ગ છે. તો બીજી બાજુ વસ્તી ઘટાડા અંગે પુરુષ અને સ્ત્રી વચ્ચેની વસ્તીની અસમતુલા કે જ્ઞાતિની દ્રષ્ટિએ અસમતુલા અંગે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. વસ્તી વધતા દરેક માટે ફક્ત રોટીનો કે અનાજનો જ પ્રશ્ન નથી તે સારી રીતે જીવે તે જરૂરી છે. પર્યાવરણની સમસ્યાઓ પણ ઉભી થાય છે. મારો વ્યક્તિગત અભિપ્રાય એવો છે કે માનવ વસ્તીને સંખ્યાની દ્રષ્ટિએ નહીં પરંતુ વસ્તીની ક્વોલિટી કે ટેલેન્ટને આધારે મુલવણી થવી જોઈએ. માનવ વસ્તીનું અસંતુલન એ જાણે વર્તમાનનો વૈશ્વિક પડકાર છે.
નવસારી – ડો. જે. એમ. નાયક– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top