National

જનસંખ્યા વિસ્ફોટ 50% સમસ્યાઓનું મૂળ, બે બાળકોની નીતિ લાગુ થાય : સુપ્રીમમાં અરજી

દેશમાં વધી રહેલી વસ્તીને લઇને હવે સુપ્રીમ કોર્ટમાં ( supreme court) બે અરજીઓ દાખલ કરવામાં આવી છે. એવું કહેવામાં આવે છે કે વસ્તી વિસ્ફોટ એ દેશની ઘણી સમસ્યાઓનું મૂળ છે, તેથી તેને નિયંત્રિત કરવું તે ખૂબ જ જરૂરી છે. આ અરજીઓ ભાજપના ( bhajap) નેતાઓ અને વકીલ અશ્વિની ઉપાધ્યાય અને ફિરોઝ બખ્ત અહેમદ દ્વારા કરવામાં આવી છે. ફિરોઝ દેશના પ્રથમ શિક્ષણ પ્રધાન મૌલાના અબુલ કલામ આઝાદનો પ્રપૌત્ર છે.સરકારી નોકરી, મતદાન ( voting) , ચૂંટણી લડવી અને સબસિડી લેવી જેવી અન્ય બાબતોમાં બે બાળકોની નીતિ ફરજિયાત બનાવવી જોઈએ.જેથી જનસંખ્યા પર કાબૂ મેળવી શકાય. વસ્તી વિસ્ફોટના કારણે દેશમાં ખૂબ જ સમસ્યાઓ ઊભી થઈ રહી છે.

ફિરોઝની પિટિશનમાં જણાવાયું છે કે ભારતની અસલ વસ્તી સત્તાવાર રેકોર્ડમાં જણાવ્યા કરતા વધારે છે. આનાથી દેશના વિકાસને અસર થાય છે. ભારતમાં 50 ટકા સમસ્યાઓનું મૂળ વસ્તી વિસ્ફોટ છે. તેથી સરકારી નોકરી, મતદાન, ચૂંટણી લડવી અને સબસિડી લેવી જેવી અન્ય બાબતોમાં બે બાળકોની નીતિ ફરજિયાત બનાવવી જોઈએ.

અમેરિકાને પાછળ છોડી જવાનું સપનું જોનાર ચીન જન્મદરમાં ઘટાડો થતાં પરિણામોથી ચિંતિત છે. જૂન 2019માં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા બહાર પાડવામાં આવેલા એક અહેવાલ મુજબ, આવતા વર્ષોમાં ચીનમાં વસ્તીમાં ઘટાડો થશે. જ્યારે, 2027 સુધીમાં ભારત વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બની શકે છે. ચીનની સેન્ટ્રલ બેંકે પણ રિપોર્ટમાં કહ્યું છે કે ચીનની વૃદ્ધ વસ્તી ભારતની યુવા વસ્તીનો મુકાબલો કરવામાં​​​​​​​ નિષ્ફળ થઈ જશે.

Most Popular

To Top