National

વડાપ્રધાન મોદી વેટિકનમાં પોપ ફ્રાન્સિસને મળ્યા: ભારત આવવા આમંત્રણ આપ્યું

વેટિકન સિટી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (P M Narendra Modi) આજે જણાવ્યું હતું કે પોપ ફ્રાન્સિસ (Pope Francis) સાથે આજે તેમની ઘણી ઉષ્માભરી મુલાકાત થઇ હતી, જેમાં તેમણે રોમન કેથોલિક ચર્ચના આ વડા સાથે વ્યાપક શ્રેણીના મુદ્દાઓ અંગે ચર્ચા કરી હતી જે મુદ્દાઓમાં કોવિડ-૧૯ના રોગચાળા તથા હવામાન પરિવર્તનને કારણે ઉભા થયેલા પડકારોની બાબતનો સમાવેશ થતો હતો અને પોતે આ ધર્મગુરુને વહેલી તકે ભારતની મુલાકાત લેવા માટે પણ આમંત્રણ આપ્યું હતું. કોવિડના રોગચાળા તથા હવામાન પરિવર્તન સહિત અનેક મુદ્દાઓની ચર્ચા કરી હતી. આ સાથે જ બે દાયકામાં પોપની મુલાકાત લેનાર મોદી બીજા ભારતીય વડાપ્રધાન બન્યા છે.

વડાપ્રધાન નેરેન્દ્ર મોદીના યુરોપ (Europe) પ્રવાસનો બીજો દિવસ છે. શનિવારે વડાપ્રધાન મોદી પોપ ફ્રાન્સિસ સાથે મુલાકાત કરવા માટે વેટિકન સિટી પહોંચ્યા હતા. અહી વડાપ્રધાન મોદીએ પોપ ફ્રાન્સિસ સાથે મુલાકાત કરી હતી. મુલાકાત દરમિયાન વડાપ્રધાન મોદીએ પોપ ફ્રાન્સિસને ભારત આવવા માટે આમત્રણ આપ્યું છે. પોપ ફ્રાન્સિસ સાથે મોદીની આ પ્રથમ મુલાકાત હતી.

ફ્રાન્સિસ જ્યારે ૨૦૧૩માં પોપ બન્યા ત્યાર પછીથી તેમની મુલાકાત લેનાર મોદી પ્રથમ ભારતીય વડાપ્રધાન છે, તેમણે પોતે પોપ ફ્રાન્સિસને ભેટતા હોય તેના ફોટા પણ ટ્વીટર પર મૂક્યા હતા. પોપ ફ્રાન્સિસ સાથે ઘણી ઉષ્માભરી બેઠક થઇ. મને તેમની સાથે વ્યાપક શ્રેણીના મુદ્દાઓની ચર્ચા કરવાની પણ તક મળી અને તેમને ભારત આવવા પણ આમંત્રણ આપ્યું એમ મોદીએ આ ઐતિહાસિક મુલાકાત પછી ટ્વીટ કર્યું હતું. પોપ ફ્રાન્સિસે વડાપ્રધાન મોદીને વેટિકનમાં એપોસ્ટોલિક પેલેસ ખાતે થોડા ખાનગી શ્રોતાઓ વચ્ચે આવકાર્યા હતા એ મુજબ વિદેશ મંત્રાલયે એક પ્રેસ નિવેદનમાં જણાવ્યું હતું.

છેલ્લા બે દાયકામાં પોપ અને કોઇ ભારતીય વડાપ્રધાન વચ્ચે આ પ્રથમ મુલાકાત છે. આ પહેલા જૂન ૨૦૦૦માં તે સમયના વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ વેટિકનની યાત્રા કરી હતી અને તે સમયના પોપ હીઝ હોલીનેસ જોહન પોલ-૨ની મુલાકાત લીધી હતી. ભારત અને હોલી સી વચ્ચે છેક ૧૯૪૮થી, કે જ્યારે બંને વચ્ચે રાજદ્વારી સંબંધો બંધાયા ત્યારથી મિત્રતાભર્યા સંબંધો છે. ભારતમાં કેથોલિક પંથના લોકોની એશિયાની બીજા ક્રમની સૌથી મોટી વસ્તી છે એમ નિવેદનમાં જણાવાયું હતું.

Most Popular

To Top