National

‘Poor Lady’, રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મૂ માટે સોનિયા ગાંધી આ શું બોલ્યા…

બજેટના (Budget) એક દિવસ પહેલાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મૂ (President Draupadi Murmu)એ આજે શુક્રવારે તા. 31 જાન્યુઆરીએ અભિભાષણ આપ્યું હતું. ભાષણ પૂરું થયા બાદ કોંગ્રેસના (Congress) વરિષ્ઠ નેતા સોનિયા ગાંધી (Sonia Gandhi) એ સંસદના બજેટ સત્રના પહેલા દિવસે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના સંબોધન પર પ્રતિક્રિયા આપી છે. રાષ્ટ્રપતિના સંબોધન પર પ્રતિક્રિયા આપતા તેમણે તેમને Poor Lady એટલે કે ગરીબ મહિલા કહીને ટોણો માર્યો હતો.

જ્યારે સોનિયા ગાંધીને રાષ્ટ્રપતિના સંબોધન વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે શરૂઆતમાં મીડિયાને કોઈ સીધો જવાબ આપ્યો ન હતો. જો કે આ દરમિયાન સોનિયા અને રાહુલ ગાંધી રાષ્ટ્રપતિના સંબોધન પર ચર્ચા કરતા જોવા મળ્યા હતા.

આ પછી સોનિયા ગાંધીએ રાષ્ટ્રપતિના સંબોધન વિશે કહ્યું કે ખોટા વચનો છે. જે બાદ રાહુલ ગાંધીએ રાષ્ટ્રપતિના સંબોધનને બોરિંગ ગણાવ્યું હતું. આના પર સોનિયા ગાંધી કહે છે, ગરીબ મહિલા… રાષ્ટ્રપતિ અંતે ખૂબ થાકી ગયા હતા.

સંસદના બજેટ સત્રના પહેલા દિવસે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પોતાના સંબોધનમાં મોદી સરકારની ઉપલબ્ધિઓ ગણાવી હતી. સંસદના બંને ગૃહોને સંબોધતા રાષ્ટ્રપતિએ કહ્યું કે ભારત ટૂંક સમયમાં વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા (Economy) બનવા તરફ આગળ વધી રહ્યું છે. તેમણે કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરાયેલી યોજનાઓ અને તેના પરિણામે થતા ફેરફારો વિશે જણાવ્યું. તેમણે કહ્યું કે લોન અને વીમો દરેક માટે સરળ બનાવવામાં આવ્યા છે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે અમારી સરકાર સતત મિશન મોડમાં કામ કરી રહી છે, જેના ફાયદા પણ દેખાઈ રહ્યા છે. વિદેશમાંથી ઘણું રોકાણ આવી રહ્યું છે અને તેના કારણે દેશના યુવાનોને રોજગારીની તકો મળી રહી છે. પોતાના સંબોધનમાં તેમણે બંધારણ અપનાવ્યાના 75 વર્ષ પૂર્ણ થવાનો પણ ઉલ્લેખ કર્યો હતો. આ સિવાય જમ્મુ-કાશ્મીરમાં રેલ્વે પ્રોજેક્ટ પૂર્ણ થવાને મોટી ઉપલબ્ધિ ગણાવી હતી.

Most Popular

To Top