દક્ષિણ ભારતનાં મહાકાય ધનાઢય મંદિરો અને ટ્રસ્ટના સહારે અજાણ નિરક્ષર, નિરોગી વિધવાઓને સહારો તો મળે છે, પણ અમાનવીય વર્તન પર સરકાર ધ્યાન આપતી નથી. આપા રેન બશેરા ધર્માલયોમાંના આંતરિક નિયમો અનુસાર સવારના 4 કલાક અને બપોર પછીના ચાર કલાક ફરજીયાત કથા કીર્તનમાં તેમજ ભજનમાં જોડાવું એ અમાનુષી વર્તન કઠે છે. નિયમો અનુસાર આવા કથાકથિત ભગવાનની સેવા કરનારને જ ભોજનપ્રાપ્તિનો લાભ મળે છે. બે જોડી સફેદ સાડી, બ્લાઉઝ અને ચણિયા ટ્રસ્ટ તરફથી મળે છે. પણ ક્યારેય તેઓની નાની-મોટી માંદગીનો ઉલ્લેખ થયો નથી (એ ગોપનીય છે.) ભારત સરકારે આ ધર્મ સ્થાનોમાં રાખવી જોઈએ. અમાનુષી અને અમાનવીય વર્તન તેમજ અપૌષ્ટિક ભોજન – બેસહાય વિધવાઓની મજબુરી છે.
સુરત – અનિલ શાહ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
ફરી પાણીકાપ
ટૂંકા સમયમાં ફરી એક વાર મનપા દ્વારા શહેરમાં પાણી કાપ કે પુરવઠો સદંતર બંધ! મનપાની જાહેરાત મુજબ ૩ અને ૪ જાન્યુઆરીના રોજ કેટલાક વિસ્તારોમાં પાણી સદંતર બંધ રહેશે તો કેટલાક વિસ્તારોમાં ઓછા પ્રેશરથી મળશે! આ વખતે લગભગ પોણું સુરત શહેર સમાઇ ગયું છે! આ અગાઉ પણ એક પાણી કાપ તા. ૨૨-૨૩ ડિસેમ્બરના રોજ અપાયો હતો! આમ વારંવાર પાણીકાપની જાહેરાત કરી લાખો શહેરીજનોને પરેશાન કરવાનો શું અર્થ? શું મનપા ‘ફોલ્ટ’ પકડી શકતી નથી! કામગીરીમાં બેદરકારી છે? કે પછી વર્ષો જૂની પાઇપલાઇનોને થાગડ-થીંગડ કરી ચલાવાય છે? જે હોય તે, આની સૌથી વધુ અસર તમે સુરત એટલે કે કોટ વિસ્તારમાં પડે છે.
અહીં ગલી-મહોલ્લામાં ઘરો આવેલાં છે. એટલે પર્યાપ્ત માત્રામાં પાણીનો સંગ્રહ કરવાની લોકો પાસે વ્યવસ્થા નથી. એટલે રોજ આવતા પાણી પુરવઠા ઉપર જ નિર્ભર રહેવું પડે છે! આ વિસ્તારોમાં પાલ, વેસુ કે ભટારની માફક અદ્યતન સગવડોવાળા બહુમાળી ય ફલેટો નથી કે જયાં ૨૪ કલાક પાણી ઉપલબ્ધ હોય! મનપા તેની જાહેરાતમાં ‘જનતા સહકાર આપે અને પડનાર તકલીફ બદલ દિલગીર છીએ’ આમ લખી જવાબદારીમાંથી છટકી જાય છે! ત્યારે શહેરના ‘નિષ્ક્રિય’ નગર સેવકો જાગે અને આ મુદ્દે ‘સક્રિય’ થાય એ શહેરીજનોના હિતમાં જરૂરી છે!
સૂરત – ભાર્ગવ પંડયા – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.