Entertainment

પૂનમ ઢીલ્લોનનો દિકરો અનમોલ સંજય લીલા ભણસાલીની ફિલ્મથી એન્ટ્રી મારશે

પૂનમ ઢીલ્લોન હવે ફિલ્મોમાં દેખાતી નથી પણ હવે તેનો દિકરો અનમોલ ઢીલ્લોન સંજય લીલા ભણસાલીની ફિલ્મથી હીરો તરીકે દેખાશે. આ અનમોલે ધાર્યું હોત તો ઠકારીયા અટક પણ રાખી હોત કારણ કે ઇન્દ્રકુમાર સાથે ઘણી ફિલ્મો બનાવનાર અશોક ઠકારીયાના પૂનમ ઢીલ્લોન સાથેના સંબંધથી તે પેદા થયો છે. પણ અનમોલ હજુ નાનો હતો ત્યારે જ પૂનમ-અશોક છૂટા પડી ગયેલા અને માએ જ તેને મોટો કર્યો એટલે તેણે માની અટક અપનાવી છે.

અનમોલ લોસ એંજલસમાં ભણ્યો છે અને ત્યારે તે પણ મુંબઇની એક છોકરીના પ્રેમમાં હતો પણ એ ઓનલાઇન પ્રેમ હતો અને તેને મળવા એકવાર પ્રેમિકાને જણાવ્યા વિના મુંબઇ આવી ગયેલો. અટક ઢીલ્લોન છે અને અડધો પંજાબી છે એટલે પંજાબી ફિલ્મ‘ડબલ કા ટ્રબલ’માં તેણે નાની ભૂમિકાથી શરૂઆત કરેલી ત્યાર પછી ‘દિલ હી તો હે’ નામની ટી.વી. સિરીયલમાં ય કામ કરેલું. જો કે તે એકટર બનવા માંગતો હતો પણ મા પૂનમ ઢીલ્લોન કહેતી કે સ્ટડી પૂરી કરી લે. સ્ટડી પૂરી કરી પછી તેણે ઓડીશન આપવા માંડયા અને સંજય લીલા ભણસાલીએ જયારે તેને પસંદ કર્યો તો થયું કે હવે ખરી શરૂઆત થશે.

અલબત્ત ભણશાલી જે ફિલ્મ બનાવવાના હતા તેના દિગ્દર્શક તરનવીર સીંઘ પણ નવા જ હતા એજ રીતે તેની હીરોઇન તરીકે જેની પસંદ થઇ તે જતલેખા મલ્હોત્રા પણ નવી જ હતી. ‘કાર્તિક કોલિંગ કાર્તિક’ અને ‘યે જવાની હે દિવાની’માં સહાયક દિગ્દર્શક રહેલા તરણવીરે ‘ટયુઝ ડે ફ્રાઇડે’ની પટકથા લખી હતી જે ભણશાલી પ્રોડકશનમં કામ કરતા એકે વાંચી અને ભણસાલી સાથે મિટીંગ થઇ અને નક્કી થયું કે તેઓ આ પટકથા પરની ફિલ્મ બનાવશે. અનમોલને જો કે તેણે નક્કી નહોતો કર્યો બલ્કે ટેલેન્ટ મેનેજમેન્ટ એજન્સી વડે ઓળખ થઇ હતી પણ જેવો તેનો જોયો કે તરત પાકુ થઇ ગયું કે તે ફિલ્મનો હીરો હશે. હવે ફિલ્મ તૈયાર થઇ ચુકી છે ને માને છે કે જેવી તે રિલીઝ થશે કે લોકો અનમોલ અને જતલેખા વિશે પૂછશે.

Most Popular

To Top