પૂજા હેગડે આમીરખાનની હીરોઇન? એ માટે કુલી ફિલ્મની રાહ જુઓ, તેમાં આમીર છે, રજનીકાંત છે, નાગાર્જુન છે અને શ્રુતિ હાસન ઉપરાંત પૂજા છે. લોકેશ કનગરાજ જે અત્યાર પહેલાં વિક્રમ, માસ્ટર જેવી ધાંસુ ફિલ્મ બનાવી ચુક્યો છે તેની આ ફિલ્મમાં પૂજા દેખાશે. સાઉથના પ્રેક્ષકોને જોકે આમીર કરતા પૂજા મોટી હીરોઇન લાગે છે. પૂજા પણ તેની આ ઇમેજથી ખુશ છે કારણ કે હિન્દીવાળા હજુ તેને જાનદાર ફિલ્મો આપી શકતા નથી ત્યારે સાઉથ જે તેની પર ખુશ છે ત્યાં શું કામ જોર ન કરે. વરુણ સાથેની હે જવાની તો ઇશ્ક હોના હૈ ફિલ્મ માટે તે તૈયાર છે. સલમાનની સિકંદરમાં રશ્મિકા છે અને પૂજા કેમ નથી એનો જવાબ તે એવો આપે છે કે સલમાન અત્યારે દરેક ફિલ્મે નવી જોડી બનાવવા માંગે છે એટલે કિસી કા ભાઇ કિસી કી જાનમાં હું હતી તો હવે રશ્મિકા છે. જોકે તે કહે છે કે સલમાનની એ ફિલ્મે તેને વધારે ફાયાદો નહોતો કરાવ્યો અને રોહિત શેટ્ટીની સરકસમાં કામ કર્યું. તેણે પણ મોટો લાભ નથી કરાવ્યો. અત્યારે હિન્દી ફિલ્મો ખરેખર તો સ્ટાર્સના પ્રભાવ વિના ચાલી રહી છે અને તેથી કોઇ હીરો કે હીરોઇન લાંબા સમયની ચર્ચા જગાવી શકતા નથી. સાઉથની ફિલ્મોનું વાતાવરણ જૂદું છે ત્યાં હજુ પણ ફિલ્મો રજૂ થાય ત્યારે લોકોમાં હો-હા મચી જાય છે. પૂજા એક સમયે હિન્દી ફિલ્મોનાં વધુ કાંઇ કરવા ઉત્સાહી હતી પણ હવે વ્યવસાયી રીતે મેચ્યોર બની ગઇ છે અને કહે છે કે સારી ફિલ્મો સારી ભૂમિકા મળવી અગત્યની છે. પૂજા માટે દરેક ફિલ્મો મહત્ત્વની છે. તે કહે છે કે મુંબઇમાં જન્મી છું એટલે હિન્દી ફિલ્મો સાથે જ મોટી થઇ છું. પણ તેલુગુ, તમિલ ફિલ્મોમાં કામ કરતાં જોયું છે કે સિનેમા કલ્ચરમાં પણ ફરક હોય છે અને તેમાં એકટ્રેસ તો પોતાની રીતે જ કામ કરવાનું હોય છે. હિન્દી ફિલ્મો હમણાં નવા સ્ટાર્સ ઓછા બનાવી શકે છે જ્યારે ત્યાં ઘણા નવા સ્ટાર્સ બન્યા છે જેના નામે કરોડોની ફિલ્મો બની શકે છે. પૂજાએ પોતાની પર્સનલ લાઇફ સમજદારીથી સંભાળે છે. પોતાનું નામ કોઇ સ્ટાર્સ સાથે ચગે તો તે બહુ પ્રતિક્રિયા આપતી નથી. પણ તે કહે છે કે મારા માટે ડેટિંગ કરતા વધારે અગત્ય ફિલ્મોની છે. રોહન મહેરા સાથે નામ ચર્ચાયું હતું પણ આગળ નથી વધ્યું. જ્યારે કામ મળતું હોય ત્યારે તેમાં ફોક્સ રહેવાનું પૂજા શીખી ગઇ છે અને એટલે મોંહે-જો-દરોની નિષ્ફળતાને તે યાદ નથી કરતી. •

