Madhya Gujarat

આણંદ ખાતે પૂ.હરિપ્રસાદ સ્વામીજીના દિવ્ય અસ્થિકુંભ દર્શન માટે લવાશે

આણંદ : વડોદરાનાં સોખડા સ્વામિનારાયણ મંદિરના ગુરૂવર્ય પૂ. હરિપ્રસાદ સ્વામીજીએ પરમધામગમન બાદ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યાં હતાં. આ ઘટનાથી હરિભક્તોમાં ભારે શોકની લાગણી જન્મી છે. જોકે, આણંદ ખાતે તેમના અસ્થિકુંભ દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. બાકરોલના આત્મીય વિદ્યાધામ ખાતે રવિવારે સવારે ભક્તો દર્શન કરી શકશે. વડોદરા નજીક આવેલા હરિધામ સોખડા સ્વામિનારાયણ મંદિરના સંત હરિપ્રસાદ સ્વામીજી અક્ષર નિવાસી થયાં છે. સોખડા હરિધામ મંદિરમાં 1લી ઓગષ્ટના રોજ બ્રહ્મલીન હરિપ્રસાદ સ્વામીજીના અંતિમસંસ્કાર વિધિ વેદ-શાસ્ત્રોક્ત મંત્રોચ્ચારથી સંપન્ન કરવામાં આવ્યો હતો.

બ્રહ્મસ્વરૂપ ગુરૂહરિ પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી મહારાજના દિવ્ય અસ્થિકુંભ દર્શન આણંદના હરિભક્તોના દર્શન માટે લાવવામાં આવશે. મહારાજના દિવ્ય અસ્થિને પવિત્ર નદીઓમાં વિસર્જન કરાતા પહેલા તેના દર્શન અને પૂજનનો લાભ હરિભક્તો લઇ શકે તે માટે બાકરોલ સ્થિત આત્મીય વિદ્યાધામ ખાતે લાવવામાં આવશે. આ અસ્થિના દર્શન 8મી ઓગષ્ટ,ને રવિવારના રોજ સવારે 9થી 12 કલાક સુધી કરી શકાશે.

મહારાજનો આત્મા અનેકો અંબ્રીષો અને સંતોના થકી સમાજમાં કાર્યકર્તા રહેશે

સ્વામીજીએ જીવનભર યુવકો સ્વરૂપ છે, એ સૂત્ર આધારે સમગ્ર યુવા સમાજમાં એક અનેરો પ્રેમ અને કુટુંબની લાગણી થકી યુવાઓના જીવનને હકારાત્મક અને આત્મીયતા તરફ વાળીને સમાજમાં અનેરૂ ઉત્થાન કર્યું છે. જેના કારણે લાખો પરિવારો આજે સુખીથી જીવે છે. યોગીજી મહારાજના કૃપાપાત્ર શિષ્ય તો ખરાજ પરંતુ ભગવાન સ્વામિનારાયણના પંચમ્ પેઢીના વારસદાર તરીકે સમગ્ર સત્સંગ સમાજમાં ક્રાંતિકારી સંત તરીકે અક્ષરપુરૂષોત્તમ યુગલ ઉપાસનાને પ્રવર્તમાન કરી, જીવનના છેલ્લા 50 વર્ષમાં હજારો અંબ્રિષ મુક્તો જીવતા ચૈતન્ય મંદિર તરીકે સમાજને ભેટ આપ્યા છે અને આ અંબ્રીષો થકી રાષ્ટ્ર પ્રેમ અને ધર્મ પ્રેમના સિદ્ધાંતો અને સનાતન સંસ્કૃતિના વાહક તરીકે સમગ્ર વિશ્વમાં કાર્ય કરવા નિમિત્ત બનાવ્યાં છે.

અંતે એવું જરૂર કહી શકાય કે છતા દેહે સ્વામીજી નથી. પરંતુ તેઓનો આત્મા આવા અનેકો અંબ્રીષો અને સંતોના થકી આ સમાજમાં કાર્યકર્તા રહેશે. તેમની ખોટ ક્યારેય પુરી થશે નહીં. પરંતુ આવા જીવતાં ચૈતન્ય મંદિર થકી આવનાર સમયે સત્સંગ સમાજમાં વિચારો અને વર્તન વહેતું કરતું થશે.’   – ડો. આશવ પટેલ, પ્રોફેસર એન્ડ હેડ ડિપાર્ટમેન્ટ ઓફ વોકેશનલ સ્ટડીઝ, એનએસ પટેલ આર્ટ્સ (ઓટોનોમસ) કોલેજ, આણંદ અને અંબ્રિષ મુક્તરાજ વાય એન્ડ એસ.

Most Popular

To Top