નવી દિલ્હી : ભારતના (India) પાંચ રાજ્યમાં (5 State) ચૂંટણીની (Election) તારીખો (Date) આજે કેન્દ્રીય ચૂંટણી પંચ (Election Commission) દ્વારા જાહેર (Announce) કરવામાં આવી છે. ચૂંટણી પંચે ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) સહિત 5 રાજ્યોની ચૂંટણીની જાહેરાત કરી છે, જેને લોકસભા ચૂંટણીની સેમિફાઇનલ (Semi Final) કહેવામાં આવી રહી છે. 403 વિધાનસભા બેઠકો (Assembly seats) સાથે ઉત્તર પ્રદેશમાં 7 તબક્કામાં મતદાન (Voting) થશે.
આ સિવાય ઉત્તરાખંડ (Uttarakhand), ગોવા (Goa) અને પંજાબમાં (Punjab) 14 ફેબ્રુઆરીએ એક જ રાઉન્ડમાં મતદાન થશે. મણિપુરમાં (Manipur) બે તબક્કામાં 27 ફેબ્રુઆરી અને 3 માર્ચે મતદાન થશે. ઉત્તર પ્રદેશમાં પ્રથમ રાઉન્ડનું મતદાન 10 ફેબ્રુઆરીએ થશે. આ પછી બીજા તબક્કાનું મતદાન 14 ફેબ્રુઆરીએ થવાનું છે. ત્રીજા રાઉન્ડનું મતદાન 20 ફેબ્રુઆરીએ અને ચોથા રાઉન્ડનું મતદાન 23મીએ થશે. 27મી ફેબ્રુઆરીએ 5મી, 3જી માર્ચે 6ઠ્ઠી અને 7મી માર્ચે 7માં રાઉન્ડનું મતદાન યોજાશે. મુખ્ય ચૂંટણી કમિશનર સુશીલ ચંદ્રાએ કહ્યું કે તમામ 5 રાજ્યોના પરિણામો (Results) 10 માર્ચે જાહેર કરવામાં આવશે.
ચૂંટણીનો કાર્યક્રમ આ મુજબ છે
- ઉત્તરપ્રદેશમાં 10 ફેબ્રુઆરીએ પ્રથમ તબક્કાની ચૂંટણી
- ઉત્તરપ્રદેશમાં 14 ફેબ્રુઆરીએ બીજા ચરણનું
- 20 ફેબ્રુઆરીએ યુપીમાં ત્રીજા ચરણનું ઇલેક્શન
- 23 ફેબ્રુઆરીએ યુપીમાં ચોથા તબક્કાની ચૂંટણી
- 27મીએ યુપીમાં પાંચમાં તબક્કાની ચૂંટણી
- યુપીમાં 3 માર્ચે છઠ્ઠા, 7 માર્ચે સાતમા ચરણનું મતદાન
- મણીપુરમાં બે તબક્કામાં મતદાન યોજાશે મણીપુરમાં 27 ફેબ્રુઆરીએ અને 3 માર્ચે ચૂંટણી
- પંજાબમાં 14 ફેબ્રુઆરીએ વિધાનસભા ચૂંટણી
- ઉત્તરાખંડમાં 14 ફેબ્રુઆરી ચૂંટણીનું એલાન
- ગોવામાં પણ 14 ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાશે
5 રાજ્યોની 690 વિધાનસભા સીટ પર મતદાન થશે. કુલ મતદારો 18.34 કરોડ છે. તેમાં મહિલા મતદારોની ભાગીદારી 8.55 કરોડ છે. કુલ 24.9 લાખ મતદારો એવા છે જેઓ પહેલીવાર મતદાન કરશે. તેમાંથી 11.4 લાખ છોકરીઓ પહેલીવાર મતદાર બની છે. CEC સુશીલ ચંદ્રાએ કહ્યું કે, ચૂંટણી પંચે 3 લક્ષ્યાંકને ધ્યાનમાં રાખીને કામ કર્યું છે. આ લક્ષ્ય છે, કોવિડ સેફ ઈલેક્શન, સરળ ઈલેક્શન અને મતદારોની વધુને વધુ ભાગીદારી.
એક બૂથ પર એક સમયે 1250 મતદારો જ મતદાન કરી શકશે
કોરોનાને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા મતદાન બુથોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે. આ વખતે એક બુથ પર 1250 મતદારો મતદાન કરી શકશે. ગઈ ચૂંટણી કરતાં 16 ટકા બુથ વધારવામાં આવ્યા છે. ચૂંટણી પંચે સરકારી કર્મચારીઓ સિવાય 80 વર્ષથી વધુની ઉંમરના નાગરિકો તથા દિવ્યાંગો અને કોવિડ પ્રભાવિત લોકો માટે પોસ્ટલ બેલ્ટની વ્યવસ્થા કરવામાં આવશે. 5 રાજ્યોની ચૂંટણીમાં કુલ મતદારો 18.34 કરોડ છે. જેમાં મહિલા મતદારોની સંખ્યા 8.55 કરોડ છે. કુલ 24.9 લાખ મતદારો એવા છે જેઓ પહેલીવાર મતદાન કરશે. તેમાંથી 11.4 લાખ છોકરીઓ પહેલીવાર મતદાર બનવા જઈ રહ્યા છે.
આ છે નવા નવા નિયમો
- રાજકીય પક્ષોએ ડિજિટલ પ્રચાર પર ભાર મુકવો પડશે
- ડોર ટૂ ડોર પ્રચારમાં માત્ર 5 વ્યક્તિને મંજૂરી મળશે
- મતદાનના સમયમાં 1 કલાકનો વધારો કરાયો છે
- 15 જાન્યુઆરી સુધી રોડ શો, પદયાત્રા, સભા પર પ્રતિબંધ, વિજય સરઘસ પણ કાઢી નહીં શકાય
- 80+ વૃદ્ધો અને કોવિડ પ્રભાવિતોને પોસ્ટલ બેલેટની સુવિધા અપાશે
યુપીમાં ભાજપની ગઠબંધન પાર્ટી ચૂંટણી લડશે
યુપીમાં ભાજપ અપના દળ (એસ) અને નિષાદ પાર્ટી સાથે ગઠબંધન કરીને 2022માં વિધાનસભાની ચૂંટણીના મેદાનમાં ઉતર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સુધીના ભાજપના નેતાઓએ રાજ્યમાં ભાજપની સત્તા જાળવી રાખવા માટે સંપૂર્ણ તાકાત લગાવી દીધી છે. તે જ સમયે, સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ ભાજપ સામે લડવા માટે રાજ્યમાં જાતિય આધાર ધરાવતા નાના પક્ષો સાથે મેદાનમાં ઉતર્યા છે. સપાએ આરએલડી, સુભાસપા, પ્રસપા, જનવાદી પાર્ટી, મહાન દળ સહિત લગભગ એક ડઝન નાના પક્ષો સાથે ગઠબંધન કર્યું છે.
આ સિવાય પ્રિયંકા ગાંધીના નેતૃત્વવાળી કોંગ્રેસે પાર્ટીએ યુપી ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. પ્રિયંકા ગાંધી ચૂંટણી જીતવા મહિલા કાર્ડ રમી રહી છે અને તેણે તેના માટે 40 ટકા ટિકિટ આપવાથી લઈને તમામ જાહેરાતો કરી છે. તેમજ 2022ની ચૂંટણીમાં બસપા BSPની સાથે દલિત રાજનીતિ માટે પણ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. બસપાના પ્રમુખ માયાવતીએ કોઈપણ પક્ષ સાથે ગઠબંધન કર્યું નથી અને 2007ની જેમ બ્રાહ્મણ-દલિતો સમીકરણો બનાવવામાં વ્યસ્ત છે. આ સિવાય યુપીમાં અસદુદ્દીન ઓવૈસી મુસ્લિમ મતોની મદદથી રાજ્યમાં પોતાનો પગ જમાવવા બેતાબ છે.