મહારાષ્ટ્ર: (Maharashtra) અજિત પવાર (Ajit Pawar) સાથે NCPના અન્ય આઠ ધારાસભ્યોએ મહારાષ્ટ્રના રાજકારણમાં ‘બળવો’ કર્યો છે. દરમિયાન કેબિનેટમાં ફેરબદલની વાતો વચ્ચે શિવસેના (UBT)ના નેતા આદિત્ય ઠાકરેનાં નિવેદને ફરી ચર્ચા જગાવી દીધી છે. આદિત્ય ઠાકરેએ શુક્રવારે દાવો કર્યો કે એકનાથ શિંદેનું (Eknath Shinde) મુખ્ય પ્રધાન પદ જોખમમાં હોઈ શકે છે. ‘સરકારમાં પરિવર્તન’ અંગેની તેમની આગાહી ત્યારે આવી છે જ્યારે બીજેપી અને પવારના ઉદય દ્વારા સાઇડલાઇન થવાની આશંકાઓને કારણે શિંદે કેમ્પમાં વધતી જતી મુશ્કેલીના અહેવાલો બહાર આવ્યા છે. આદિત્યએ કહ્યું કે મેં સાંભળ્યું છે કે સીએમ (એકનાથ શિંદે)ને રાજીનામું આપવા માટે કહેવામાં આવ્યું છે. સરકારમાં કેટલાક ફેરફાર થઈ શકે છે.
આદિત્ય ઠાકરેએ મીડિયાને જાણકારી આપતા કહ્યું કે મેં સાંભળ્યું છે કે એકનાથ શિંદેને મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવાનું કહેવામાં આવ્યું છે. ઠાકરેની ટિપ્પણી વચ્ચે એવા સમાચારો પણ ચાલી રહ્યા છે કે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી NCPના બળવાખોર અજિત પવાર અને તેમના સમર્થકોના સરકારમાં જોડાયા બાદ ભાજપ એકનાથ શિંદે જૂથને સાઈડ લાઈન કરી રહ્યું છે. તેમણે કહ્યું કે સંકેત છે કે અજિત પવાર અને એનસીપીના અન્ય આઠ ધારાસભ્યો તેમની એક વર્ષ જૂની રાજ્ય કેબિનેટમાં જોડાવાથી મુખ્યમંત્રીની ખુરશી જોખમમાં આવી શકે છે. અજિત પવાર હાલમાં શિંદેની આગેવાની હેઠળની સરકારમાં ભાજપના દેવેન્દ્ર ફડણવીસ સાથે નાયબ મુખ્ય પ્રધાનનું પદ વહેંચી રહ્યાં છે.
તાજેતરમાં શિવસેનાના એક વરિષ્ઠ નેતાએ દાવો કર્યો હતો કે NCP નેતા અજિત પવાર રાજ્ય સરકારમાં જોડાયા પછી શિંદેના જૂથના લગભગ 20 ધારાસભ્યો તેમની પાર્ટીના સંપર્કમાં છે. રાઉતે દાવો કર્યો કે અજિત પવાર અને અન્ય NCP નેતાઓ સરકારમાં જોડાયા પછી શિંદે કેમ્પના 17-18 ધારાસભ્યોએ અમારો સંપર્ક કર્યો છે.
જણાવી દઈએ કે ગયા વર્ષે ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની સેનાથી અલગ થયેલા જૂથના સભ્ય તરીકે શિંદેએ શુક્રવારે સતત બીજા દિવસે ફડણવીસ સાથે બેઠક કરી હતી. ગઠબંધનમાં મતભેદોના અહેવાલો વચ્ચે સત્તાની વહેંચણી અંગે ચર્ચા કરવા માટે બંને ગુરુવારે મોડી રાત્રે મળ્યા હતા. પોતાની ગઠબંધનની રચનાના એક વર્ષ પછી શિંદે-ફડણવીસ સરકાર આગામી સપ્તાહે તેનું બીજું કેબિનેટ વિસ્તરણ કરે તેવી શક્યતા છે. નવી કેબિનેટમાં શિવસેના અને ભાજપના પાંચ-છ નેતાઓને સામેલ કરવામાં આવે તેવી શક્યતા છે.