Charchapatra

કાવડયાત્રામાં રાજનીતિ

કાવડયાત્રા એ સદીઓ જૂની પરંપરા છે. દૂર દૂરથી યાત્રીઓ હરિદ્વાર આવે અને પવિત્ર ગંગાજળ ઘડાઓમાં ભરીને કાવડ ખભા પર ઊંચકીને પગપાળા પરત જાય અને પોતાના ગામના શિવાલયમાં ગંગાજળનો અભિષેક કરે એ સદીઓથી આ વિસ્તારનાં લાખો હિન્દુઓની આસ્થા રહી છે.એમાં કાવડના ય.સાધારણ કાવડ, ખડી કાવડ, ડાક કાવડ અને દંડી કાવડ, એવા ચાર પ્રકારો દરેકમાં અલગ અલગ નિયમો હોય છે. ફકત સાધારણ કાવડ લઇને નીકળેલાં યાત્રીઓ રસ્તામાં આરામ કરવા રોકાઈ શકે છે. બાકીના પરત પહોંચીને જલાભિષેક ન કરે ત્યાં સુધી એક મિનિટ માટે રોકાતાં નથી. વળી, કાવડ જમીન પર મૂકતાં નથી. બહુ જ કઠિન યાત્રા છે. પણ શ્રદ્ધાના જોર પર હજારો યાત્રીઓ એ પૂરી કરતા હોય છે.

કાવડયાત્રાના માર્ગ પર ખાણી પીણીના ઢાબાથી માંડીને રોકાયા કે નહાવા-ધોવાની સગવડ આપતા સંખ્યાબંધ છે. જેથી મોટા પ્રમાણમાં વેપાર ધંધા વિકસે એ કાવડયાત્રાના મહિના દરમિયાન જ એ માર્ગ પર કરોડો રૂપિયાનો કારોબાર થતો હોય છે. એમાં મોટી સંખ્યામાં મુસ્લિમ દુકાનનાં નામ એવી ચતુરાઈપૂર્વક એવાં રાખે છે કે યાત્રાઓને દુકાનના માલિક વિશે ખબર પડતી નથી. આવી ફરિયાદ સાથે સ્થાનિક હિન્દુ સંગઠનોએ દુકાનદારનું નામ લખવા અંગે સરકારને અરજ કરી અને સરકારે પણ એમાં ઝુકાવી દીધું, પણ અદાલતે પ્રતિબંધ લાદી દીધો. વર્ષોથી આ મેળો હોય અને આવો વિષય ઊભો કરવાનું કારણ શું?
ગંગાધરા           – જમિયતરામ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top