National

બંગાળમાં રાજકીય ઘમાસાણ : ભાજપ મહિલા નેતા પર હુમલો

પશ્ચિમ બંગાળમાં ( WEST BANGAL) શનિવારે પ્રથમ તબક્કાનું મતદાન થયું હતું અને આ સમયગાળા દરમિયાન હિંસા અને અથડામણના અહેવાલો પ્રાપ્ત થયા હતા. દરમિયાન, ચૂચુરા વિધાનસભા બેઠક પરથી ભાજપના ( BHAJAP) ઉમેદવાર અને સાંસદ લોકેટ ચેટર્જી ( LOCKET CHETARJI) પર ઝેરી રંગો ફેંકવામાં આવ્યા હતા. ભાજપના સાંસદે આ મામલે ટીએમસી ( TMC) પર આરોપ લગાવ્યો છે.

લોકેટ ચેટર્જીએ આરોપ લગાવ્યો છે કે શનિવારે સાંજે તે રવીન્દ્રનગરના કલીતલા મેદાનમાં મહિલા સમર્થકો સાથે એક કાર્યક્રમમાં ભાગ લેવા ગઈ હતી. ત્યારે જ કોડલિયા નંબર 2 ગ્રામ પંચાયતના તૃણમુલ પંચાયત પ્રધાન વિદ્યુત વિશ્વાસની આગેવાનીમાં ટીએમસીના ગુંડાઓએ તેમના પર ઝેરી રંગ ફેંકી દીધો હતો.

આ હુમલામાં લોકેટ ચેટર્જીની આંખ અને તેના મોઢાના ભાગોને ઇજા થઈ છે. જોકે, ટીએમસીએ આ આરોપોને નકારી દીધા છે. આ મામલે ભાજપે કહ્યું કે નફરત, હિંસા અને જુલમની આ રમત હવે ટૂંક સમયમાં સમાપ્ત થઈ જશે. બીજેપીએ કહ્યું કે હારના ડરને કારણે ટીએમસીના લોકો હવે મહિલાઓને પરેશાન કરી રહ્યા છે.

લોકેટ ચેટર્જી ઉપરાંત સુમેન્દુ અધિકારીના ભાઈ સોમેન્દુ અધિકારીઓની કાર પર હુમલો થયો હતો. આ બાબતે સુમેન્દુ અધિકારીએ ટીએમસી કાર્યકર્તાઓ પર આરોપ લગાવ્યો હતો કે તેઓ બૂથ અધિકારીઓને પ્રભાવિત કરી રહ્યા છે. આ હુમલામાં સોમેન્દુ અધિકારીની કારને નુકસાન પહોંચ્યું હતું.

આ ઉપરાંત પશ્ચિમ મિદનાપુર જિલ્લાના મોહનપુરના મતદાન મથક પર ભાજપ અને ટીએમસી કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું. આ સિવાય સલબોનીના એક મતદાન મથક પર સીપીઆઈએમ અને ભાજપ સમર્થકો વચ્ચે ઘર્ષણ થયું હતું. આમાં બે લોકો ઘાયલ થયા છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top