Comments

સ્વર્ગસ્થ પાસવાનના પરિવારમાં રાજકીય વારસાની લડાઈ

બિહારના દલિત નેતા રામવિલાસ પાસવાનના પુત્ર ચિરાગ પાસવાન અને તેના નાના ભાઈ પશુપતિ પાસવાન વચ્ચે સ્વર્ગસ્થના રાજકીય વારસાનો દાવો કરવા માટે લડાઈ સતત વધી રહી છે. હવે તેઓ પટણામાં લોક જનશક્તિ પાર્ટી (એલજેપી)ના મુખ્યાલય પર કબજો મેળવવા માટે ઝઘડો કરી રહ્યા છે. આ બંગલો હાલમાં વિભાજીત એલજેપીના પશુપતિ પાસવાનના જૂથ પાસે છે.

મોદી સરકાર સાથે તેમના નવા-નવા પ્રભાવનો ઉપયોગ કરીને ચિરાગ પાસવાન તેના કાકા વિરુદ્ધ ઘર ખાલી કરવાનો આદેશ મેળવવામાં સફળ થયા છે. આ સાથે ચિરાગ પાસવાન તેના સ્વર્ગસ્થ પિતાની પાર્ટીના તેના જૂથ માટે બંગલા પર દાવો કરવાની આશા રાખે છે. બંગલાનું ભાવિ કાકા-ભત્રીજાના રાજકીય નસીબ સાથે જોડાયેલું છે. જ્યારે મૂળ એલજેપીનું વિભાજન થયું ત્યારે પશુપતિ પાસવાન મોદી સરકારની તરફેણમાં પોતાનો રસ્તો કાઢવામાં સફળ થયા.

કાકાને મોદી 2.0 સરકારમાં કેબિનેટમાં સ્થાન આપવામાં આવ્યું હતું, જ્યારે ચિરાગ પાસવાન બહાર હતા. તાજેતરની લોકસભા ચૂંટણી પહેલાં સમીકરણો બદલાઈ ગયાં. ચિરાગ પાસવાન મોદી-શાહની જોડીની નજરમાં ફરી સ્થાન મેળવવામાં સફળ રહ્યા. જ્યારે તેમણે સામાન્ય ચૂંટણીમાં છ બેઠકો જીત્યા બાદ તેમનું કદ વધી ગયું. આનાથી તેઓ એનડીએમાં શક્તિશાળી અવાજ બન્યા. તે હવે તેઓ બીજેપીની મદદથી બિહારની રાજનીતિમાંથી તેના કાકાને સંપૂર્ણ રીતે બહાર કરવાની કોશિશ કરી રહ્યા છે.

મહારાષ્ટ્ર શાસક મહાયુતિ ગઠબંધનમાં ભાજપનું પલ્લું ભારે
મહારાષ્ટ્રના શાસક મહાયુતિ ગઠબંધનમાં સ્પષ્ટપણે ભાજપનું પલ્લું ભારે છે. જો કે, સામાન્ય રીતે જોઈએ તો તેણે શિંદેની શિવસેના અને અજિત પવારની એનસીપી જેવા નાના પક્ષોને વધુ બેઠકો આપવી પડી છે. તેણે તેના સાથી પક્ષો પર દબાણ કર્યું છે કે, તેઓ ભાજપના નેતાઓને શિવસેના અને એનસીપીની ટિકિટ પર ચૂંટણી મેદાનમાં ઉતારે. મહાયુતિ સાથી પક્ષો દ્વારા નામાંકનપત્ર દાખલ કરવામાં આવ્યા બાદ  ઓછામાં ઓછા ભાજપના છ નેતાઓ બિનભાજપ ટિકિટ પર ચૂંટણી લડી રહ્યા છે.

દાખલા તરીકે, ભાજપના પ્રવક્તા અને ટી.વી. પર જાણીતો ચહેરો શાઇના એનસી અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપના નેતા નારાયણ રાણેના પુત્ર નીલેશને શિવસેનાની ટિકિટ પર વિધાનસભા ચૂંટણીમાં ઉતારવામાં આવ્યા છે. અજિત પવાર ભાજપના દબાણ માટે સૌથી વધુ સંવેદનશીલ રહ્યા છે. મોટા ભાગે એટલા માટે કે તેમની પાર્ટી તૂટી રહી છે અને સહયોગીઓ અને મહત્ત્વપૂર્ણ નેતાઓ કાકા શરદ પવારના જૂથ એનસીપીમાં પાછા ફરી રહ્યા છે.

પરિણામે, અજિત પવારને ટિકિટ મેળવવામાં ઘણી પરેશાની થઈ રહી છે અને તેણે તેમના પક્ષમાં પહેલાથી જ ભાજપના ચાર નેતાઓને સમાવી લીધા છે. નામાંકન પાછું ખેંચવાની છેલ્લી તારીખ પૂરી થયા બાદ થોડા દિવસોમાં ચિત્ર સ્પષ્ટ થઈ જશે.જો કે, ભાજપની રણનીતિ સ્પષ્ટ છે. ગઠબંધનને અકબંધ રાખવા માટે તેણે તેના સાથી પક્ષોને અમુક બેઠકો આપવી પડી હતી. તે સ્પષ્ટ છે કે ભાજપના આ નેતાઓ તેમના ભૂતપૂર્વ પક્ષને વફાદાર રહેશે. જો કે, તેઓ અન્ય પક્ષની ટિકિટ પર ચૂંટાઈ શકે છે, જેનાથી ભાજપને મહાયુતિમાં વધારાની તાકાત મળશે.

મંત્રી ગિરિરાજ સિંહે ‘જશ્ન’ શબ્દને ‘જેહાદ’ ગણાવ્યો
આઈઆઈટી કાનપુરની આંતરરાષ્ટ્રીય વિંગે એ સપને પણ વિચાર્યું નહોતું કે જશ્ન-એ-રોશની નામના દિવાળી સમારોહમાં ભાગ લેવા માટે વિદેશી વિદ્યાર્થીઓને આમંત્રણ જારી કરવા પર ધાર્મિક પ્રતિક્રિયા શરૂ થઈ જશે. જશ્ન શબ્દ ઉર્દૂ છે, જેનો અર્થ ‘ઉત્સવ’ થાય છે. આઈઆઈટી કાનપુરમાં અભ્યાસ કરતા મોટા ભાગના વિદેશી વિદ્યાર્થીઓ પશ્ચિમ એશિયા અને આફ્રિકાના ઇસ્લામિક દેશોના હોવાથી દેખીતી રીતે આંતરરાષ્ટ્રીય વિંગના આયોજકોએ ઉર્દૂ શબ્દનો ઉપયોગ કરવાનું સમજદારીભર્યું માન્યું, જેનાથી તે સરળતાથી સમજી શકાય.

જો કે, ભાજપના કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે તેના પર વાંધો ઉઠાવ્યો છે અને કહ્યું કે, તે શબ્દ ‘જશ્ન’ નથી, પરંતુ ‘જેહાદ’ છે. તેમણે કહ્યું કે, હિંદુ તહેવારનું વર્ણન કરવા માટે ઉર્દૂ શબ્દનો ઉપયોગ કરવો એ સનાતન ધર્મનું અપમાન છે અને હિંદુ ધર્મનું ઈસ્લામીકરણ કરવાનો પ્રયાસ છે. કમનસીબે ગિરિરાજ સિંહનો ગુસ્સો એટલો વધી ગયો કે, આયોજકોએ 29 ઑક્ટોબરના કાર્યક્રમના આમંત્રણને બદલવાની જરૂર જ ન પડી.
આરતી જેરથ–  આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top