Charchapatra

 ‘‘રાજકીય રોટલો’’

દરેક રાજકીય પક્ષને સમાજના ગરીબ, દલિત, પીડિત, બીછડે હુએ, આદિવાસી લોકો માટે મગરનાં આંસુ સારવાનું બંધ કરે તો સારૂ. કોઈ પણ રાજકીય નેતાને એવુ નથી થતું કે, આ મારો ‘‘ભાઈ’’છે. એને સમાજમાં એટલુ સન્માન મળવું જોઈએ જેટલુ બીજા લોકોને મળે છે. પરંતુ ‘ના’. આ નેતાઓને તો ફક્ટ ને ફક્ટ પોતાની રાજકીય ઇમેજ બનાવવા આ વર્ગોનો હાથો બનાવવો છે. જો ગરીબ-ગરીબ ન રહેતા સામાન્ય નાગરિક બને, દલીલ-દલીલ ન રહેતા દૈવીભાઈ બને. પીડીત, બીઝડે હુએ અને આદિવાસી જનસન્માનીય વ્યક્તિ બની જાય તો આ નેતાઓની કારકીર્દિને ભારે અસર થાય. તેથી આવા તકનેતાઓ એવું જ ઇચ્છે છે કે, આ ગરીબ-દલિત વગેરે રહેવા જ જોઈએ નહીં તો પોતે શેના આધારે પોતાનો રોટલો શેકે? ધિક્કાર છે આવા નેતાઓને જે ‘ગરીબ, પીડીત’બોલી બોલીને આવા લોકોને વધારે દયનીય બનાવે છે. પૂરી દુનિયામાંથી કોઈ કાળે ગરીબિ દૂર થઈ નથી કે થવાની નથી. મેનેજર કરતા પટાવાળો નીચો જ રહેવાનો શેઠ કરતાં ગુમાસ્તો નીચો જ ગણાવાનો. ગાડીમાં ફરવાવાળા કરતાં સાઈકલ પર જનારો નીચો જ રહેવાનો છે. બે મોટરવાળા કરતાં 1 મોટરવાળો નીચો જ ગણાવાનો- અરે ચીન અને રશિયા જેવા સામ્યવાદી દેશમાં પણ મજૂર અને માલિક જુદા જ ગણાવાના. આમાં કોણ ગરીબ અને કોણ પૈસાવાળો? રાજાકાળમાં પણ ધોબી હતો અને કૃષ્ણકાળમાં પણ એકલવ્ય હતો. પ્રકૃતિવસ્થ દરેક જગ્યાએ અસમાનતા રહેવાની જ છે તો આવા રાજકીય રોટલો શેકનાર નેતાઓ કાગારોળ કરી કરીને શા માટે આવા વર્ગોનું આત્મસન્માન જાળવતા નથી આવા નેતાઓને હંમેશ માટે ઘરે બેસાડવાનો સમય આવી ગયો છે. આ વર્ગોએ જ પહેલ કરવી પડશે.
સુરત     – પ્રફુલ એમ. કંસારા– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top