શહેરા: શહેરા માં આવનારી વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકીય પક્ષો દ્વારા ગ્રામીણ વિસ્તારમાં મીટીંગોનો દોર શરૂ કરી દીધો હતો. જ્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા તાલુકા ના મિરાપુર ગામ ખાતે વિધાનસભાની બેઠક પર વિજય મળે તે હેતુથી બુથ સમિતી તેમજ જનમિત્રોની મીટીંગ મધ્ય ગુજરાત જોનના પ્રભારીની અધ્યક્ષ સ્થાને યોજાઈ જેમાં ઉપસ્થિત સૌને ચૂંટણીલક્ષી કામગીરીની તૈયારીમાં લાગી જવા માટે હાકલ કરાઈ હતી.
શહેરા સહિત સમગ્ર જિલ્લામાં રાજકીય પક્ષો દ્વારા 2022 ની વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં લઈને મિટીગોનો દોર શરૂ કરવામા આવ્યો છે.જ્યારે તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા 124 વિધાનસભાના તમામ બુથ સમિતિ તથા જનમિત્રોની એક મીટીંગ તાલુકાના મીરાપુર મુકામે પર્વત સિંહ ચોહાણના નિવાસ્થાને રાખવામા આવી હતી. મહત્વની મીટીંગ મધ્ય ગુજરાત જોનના પ્રભારી ઉષા બેન નાયડૂ અને જિલ્લા લોકસભા નિરીક્ષક તારાચંદ ભગોરાની અધ્યક્ષતામાં યોજોવા સાથે ઉપસ્થિત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના જિલ્લા લોકસભાના પ્રભારી ચિરાગભાઈ શેખ ,જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અજીતસિંહ ભાટીનું સ્વાગત પુષ્પગુચ્છ આપીને પર્વત સિંહ ચૌહાણ, તખતસિંહ સોલંકી, કમુબેન બારીયા, કોંગ્રેસ તાલુકા પ્રમુખ આરત સિહ પટેલ, દુષ્યંત સિહ ચૌહાણ ,જે.બિ.સોલંકી તેમજ રંગીતસિંહ પગી ,સાજીદભાઈ વલી સહિત તાલુકા કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવ્યુ હતુ. મધ્ય ગુજરાત ઝોનના પ્રભારી ઉષાબેન નાયડુ એ ઉપસ્થિત સૌ ને કોંગ્રેસ પક્ષ વધુ મજબૂતાઈ સાથે આગળ વધે. આવનાર વિધાનસભાની 2022ની ચૂંટણીમાં મતદારોનું સમીકરણ જોતા લોક ચર્ચા મુજબ કોંગ્રેસ પક્ષમાંથી પર્વતસિંહ ચૌહાણ, તખતસિંહ સોલંકી કે પછી જે.બી. સોલંકી ને ટિકિટ મળે તેવી શક્યતા છે.