વડોદરા: વડોદરા શહેરમાં વિવિધ વિસ્તારમાં સ્પાની આડમાં કૂંટણખાનું ધમધમતુ હોય છે. જેને લઇને પોલીસ કમિશનર દ્વારા સ્પા અને મસાજ પાર્લરો પર ચેકિંગ કરવાની સૂચના આપતા સ્થાનિક પોલીસ સહિત એએચટીયુની ટીમ દ્વારા 13 જેટલા સ્પામાં સરપ્રાઇઝ ચેકિંગ કર્યું હતું. અમદાવાદમાં સ્પા અને મસાજ પાર્લરનું સંચાલન કરતી એક યુવતીનો નિર્દયી રીતે માર મારતો વીડિયો વાઇરલ થયો હતો. જેના પડઘા સમગ્ર રાજયમાં પગઢા પડ્યા હતા. જેમાં જેને લઇને ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા રાજ્યમાં સ્પાની તપાસ કરવાના આદેશ કરવામાં આવ્યાં હતા. જેને લઇને વડોદરા શહેરના પણ શહેર પોલીસ તંત્ર એકશનમાં આવી ગયું હતું.
જેમાં એએચટીયુની ટીમ અને સ્થાનિક પોલીસ દ્વારા વિવિધ વિસ્તારમાં ધમધમતા સ્પા અને મસાજ પાર્લરોમાં સપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામં આવ્યું હતુ. પોલીસના એકાએક કરવામાં આવેલા ચેકિંગના કારણે સ્પાના સંચાલકોમાં ફફડાટ ફેલાયો છે. પોલીસની વિવિધ ટીમોએ માંજલપુર, મકરપુરા, સમા, સયાજીગંજ અટલાદરા વિસ્તારમાં 13 જેટલા સ્પામાં મસાજ પાર્લરમાં ચેકિંગ કર્યું હતું. જેમાં સંચાલક દ્વારા સ્પામાં રાખેલા કર્મચારીઓનું પોલીસ પાસે વેરિફિકેશન કરાવ્યા વિના જ કામ પર રાખી પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ કર્યો છે.
સૌથી વધુ રેડ માંજલપુર વિસ્તારમાં આવેલા સ્પા સેન્ટરોમાં કરાઇ
શહેરમાં સ્પાડની આડમાં દેવવ્યાપારના ગોરખધંધા ચલતા હોય છે. જેને લઇને પોલીસ કમિશનર દ્વારા સ્પા અને મસાજ પાર્લરોમાં તપાસ કરતા કેટલાક સ્પામાં કર્મચારીઓ મળી આવ્યા હતા. સમગ્ર શહેરમાં સ્પાની રેડ કરાઇ હતી. જોમાં જેમાં સૌથી વધુ સ્પાની રેડ માંજલપુર વિસ્તારમાં કરવામાં આવી છે.
પોલીસ કર્મીઓ પણ અમારા ગ્રાહક : સ્પા સંચાલકનો આક્ષેપ
સમા વિસ્તારમાં તાજેતરમાં સ્પાની આડમાં ચાલતુ કુંટણખાનું ઝડપાયું હતું. પોલીસની રેડ દરમિયાન રૂમમાંથી બે પરપ્રાંતિય યુવતીઓ મળી આવી હતી. જેમાં પરપ્રાંતિયા મહિલાએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે પોલીસના કેટલાક કર્મચારીઓ અમાર સ્પામા રેગ્યુલર આવતા હોય છે. તો શુ અધિકારીઓ દ્વારા આવા કર્મચારીઓ સામે કાર્યવાહી કરાશે.