વલસાડ : વલસાડના (Valsad) હાલર ચાર રસ્તા ઉપર મોપેડ ચાલાકે મહિલા (Women) પોલીસ (Police) સાથે જાહેર રસ્તા ઉપર જીભાજોડી કરી હતી. જે વીડિયો સોશિયલ મીડિયામાં (Social Media) વાયરલ થયો હતો અને ચાલક ભાગી છુટયો હતો. જે પોલીસ ફરિયાદ (Complaint) નોંધાઇ છે.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વલસાડના હાલર ચાર રસ્તા ઉપર હોમગાર્ડ મહિલા પોલીસ ડિમ્પલ કે. ટંડેલ ટી.આર.બી. પોલીસ પ્રતિમા કે પટેલ તથા મોહમ્મદ સૈયદ અલી ગતરોજ બપોરે ચાર રસ્તા ઉપર ડ્યુટી પર હતા. ત્યારે આઝાદ ચોક તરફથી રસ્તા પરથી એક બ્લેક કલરની પ્લેઝર મોપેડ નંબર જીજે 15 એ એફ.૬૯૬૯ આવી હતી અને સર્કિટ હાઉસમાં ગેટ પાસે રસ્તા ઉપર મોપેડ મૂકીને તે ચાલક મહિલા પોલીસ સાથે જોર જોરથી બોલવા લાગ્યો હતો કે ‘તમે બધી લાઈન કેમ ચાલુ નથી રાખતા મારે જવાનું મોડું થાય છે’. જેથી ત્યારે મહિલા પોલીસે જણાવ્યું કે વારાફરતી ટ્રાફિક લાઈન ચાલુ કરીએ છીએ કહી ચાલકને મોપેડ રસ્તા પરથી હટાવવા કહેતા તેઓ એકદમ ઉશ્કેરાઇ ગયા હતા અને મહિલા પોલીસ સાથે ચાર રસ્તા ઉપર જ ગમે તેમ ગેરવર્તન કરવા લાગ્યો હતો અને જીભાજોડી કરવા લાગ્યો હતો. મહિલા પોલીસે ચાલકને પોલીસ સ્ટેશન આવવા માટે જણાવતા ચાલક ભાગી છુટ્યો હતો. જે વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેમાં દેખાઈ શકે ચાલક મહિલા પોલીસ સાથે કેવી રીતે ઘેર વર્તન કરી રહ્યો હોય છે. જેના આધારે ટી.આર.બી પોલીસે ચાલક સામે વલસાડ સિટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.