Vadodara

આવતા સપ્તાહે પોલીસ સંજીવ શાહની પૂછપરછ કરશે

વડોદરા : વેક્સિન ઇન્સ્ટીટ્યુટમાં ઓએસિસ સંસ્થા સાથે સંકળાયેલ નવસારીની યુવતી પર થયેલા બળાત્કાર બાદ આપઘાત કેસમાં એસઆઇટીની ટીમે હવે સંસ્થાના  ટ્રસ્ટીઓની  પૂછપરછ શરૂ કરી છે  આ સપ્તાહે સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી પ્રિતી નાયરના પતિ સંજીવ શાહની  પૂછપરછ કરાશે તેમ જાણવા મળ્યું છે. શહેરના રેસકોર્સ વિસ્તારમાં આવેલ ઓએસિસ  સંસ્થા સાથે કામ કરતી ૧૯ વર્ષીય નવસારીની યુવતી પર જુના પાદરા રોડ પર આવેલ વેક્સિન ઇન્સ્ટીટ્યુટમાં નરાધમોએ દુષ્કર્મ આચર્યું હતું કે બાદમાં સતત ડિપ્રેશનમાં રહેતી યુવતીએ ગુજરાત કિવન ટ્રેનમા ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો.

દુષ્કર્મ અને આપઘાત કેસમાં પોલીસ હજુ સુધી કોઈ નક્કર તથ્ય પર પહોંચી શકી નથી પરંતુ  બનાવમાં વડોદરાની ઓએસિસ સંસ્થા પણ સવાલ ઘેરામાં આવી ગઈ છે સંસ્થા એ દુષ્કર્મ બાદ  પોલીસને જાણ  કેમ ન કરે, યુવતીના ડાયરીના પાનાં ક્યાં ગાયબ થઇ ગયા અને કોણે કર્યા, યુવતી ને સરક્ષણ આપ્યા વગર  એકલી કેમ મોકલવામાં આવી તેને લઈ અનેક સવાલો ઉભા થયા છે  જેને લઇ સંસ્થા સામે પણ પોલીસે તપાસ હાથ ધરી છે SIT ની ટીમે સંસ્થાના ટ્રસ્ટી પ્રતિ નાયરની ઘનિષ્ઠ પૂછપરછ કરી હતી અને હવે તેમના  પતિ સંજીવ શાહની પણ પુછપરછ કરાશે તેમ જાણવા મળ્યું છે સંજીવ શાહ હાલ તો સંસ્થામાં કોઈ હોદ્દો ધરાવતા નથી પરંતુ પિડીતાએ આપઘાત કરતા પહેલા છેલ્લો મેસેજ સંજીવ શાહને  કર્યો હતો જેમાં યુવતીએ તેની હત્યાની આશંકા પણ વ્યક્ત કરી હતી.

 હવે પૂછપરછ બાદ આ સવાલનો જવાબ મળી શકે તેમ છે તેમજ સંસ્થાની ભૂમિકા પણ સામે આવી શકે તેમ છે સંજીવ શાહનો સંસ્થામાં કોઈ હોદ્દો નથી છતાં પણ કેમ સંસ્થાનો વહીવટમાં તેમની દાખલગિરિ કેમ આટલી બધી કેમ છે તે અંગે પણ સાચી હકીકત  જાણી શકાશે સંજીવ શાહ અને યુવતી વચ્ચે દુષ્કર્મ  બાદ કોઈ વાતચીત  થઈ હતી તો શું વાત થઇ હતી  યુવતીને પોલીસ ફરિયાદ ન કરવા અંગે કાઈ જણાવ્યું હતું કે કેમ એવા અનેક સવાલોના જવાબો   પૂછપરછમાં સામે આવી શકે છે છે આ ઉપરાંત આગામી સપ્તાહમાં પણ સંસ્થાના અન્ય ટ્રસ્ટીઓ તેમજ કાર્યકરો સભ્યોની પણ પૂછપરછ થઈ શકે છે.

વેક્સિન મેદાન અસામાજિક તત્વો અને નશાખોરોનો બન્યો અડ્ડો

નવસારીની યુવતી પર  વેક્સિન મેદાન પર થયેલા ગેંગરેપના જઘન્ય અપરાધ બાદ વેક્સિન ઇન્સ્ટિટ્યૂટની જાળવણીમાં તંત્રની બેદરકારી સામે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે  શહેરના ઓલ્ડ પાદરા રોડ પર આવેલા વેક્સિન ગ્રાઉન્ડમાં હાલ કલેક્ટર કચેરીનું નિમાર્ણ થઇ રહ્યું છે. જેની નજીકમાં જ ગેંગરેપની ઘટના બની હતી. જેને લઇને  ગ્રાઉન્ડની તુટેલી કમ્પાઉન્ડ વોલનો મુદ્દો ચર્ચામાં આવ્યો હતો.જોકે વેક્સિન ગ્રાઉન્ડની  કેટલીક અવાવરૂ જગ્યા અસમાજીક પ્રવૃતિનું કેન્દ્ર બની રહ્યું છે.

અસમાજીક તત્વો  અને કેટલાક નશાબાજોનો અડ્ડો બની રહેલા ગ્રાઉન્ડ ગુનાકિય પ્રવૃતિઓ થાય છે મેદાનમાં  કેટલાક ચરસ ગાંજાનો નશો કરતા હોવાનું પણ કહેવાય છે. વેક્સિન મેદાન વિસ્તારમાં ઇન્જેક્શન ઢગલા જોવા મળે  છે.અસામાજિક તત્વો અને નશાખોરો વેક્સિન મેદાનનો અસામાજીક પ્રવૃતિઓ  માટે ઉપયોગ કરતા હોવાની અગાઉ પણ અનેક ફરિયાદો ઉઠી હતી. પરંતુ લાપરવાહ તંત્રએ  કોઈ નક્કર કામગીરી ન કરતા ગુનાહિત પ્રવૃત્તિઓ વધી હતી પીડિત યુવતી પર દુષ્કર્મ કરનારા નરાધમો પણ આ મેદાનથી વાકેફ હશે એટલે કોઈ ડર વિના વેક્સિન મેદાનમાં ગેંગરેપ જેવા જધન્ય અપરાધને અંજામ આપ્યો હશે હાલ જિલ્લા કલેકટરે દિવાલ બનાવવાના આદેશ આપી મેદાનમાં પ્રવેશ એટકે તે દિશામાં કાર્યવાહી કરી છે પરંતુ પોલીસે પણ વેક્સિન મેદાનમાં થતી અસામાજિક પ્રવૃતતિઓને રોકવા  કડક કામગીરી કરવી પડશે.

 સ્ટેશન પર ક્વિનના કોચની સફાઈ દરમિયાન યુવતીને ડુસકા ભરી રડતી જોઈ હતી : સફાઈ કામદાર

વલસાડ રેલવે સ્ટેશને ગુજરાત ક્વિનના ડી.12 કોચમાંથી નવસારીની યુવતીનો ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવવાની ઘટનામાં પ્રતિદિન નવી નવી બાબતો બહાર આવી રહી છે. તેમાં હાલ વલસાડ રેલવે સ્ટેશનના સફાઈ કામદારે તે સફાઈ કરવા કોચમાં ગયો ત્યારે યુવતી રડતી જોવા મળી હતી, તેવો ઘટસ્ફોટ કર્યો છે. જોકે ત્યારબાદ તે અન્ય કોચ સફાઈ કરવાની કામગીરીમાં લાગી ગયો હતો. અડધા કલાક બાદ ટોયલેટ સાફ કરતા સફાઈ કામદારને યુવતી ફાંસો ખાધેલી હાલતમાં જોવા મળી હતી.

રેલવે પોલીસ અને સૂત્રોના જણાવ્યા મુજબ વડોદરાના વેક્સિન ગ્રાઉન્ડમાં ગેંગ રેપનો ભોગ બનેલી નવસારીની યુવતિના ચકચારી કેસમાં નવી બાબત સપાટી ઉપર આવી છે. બે દિવસ અગાઉ જ ટ્રેનમાં ગળે ફાંસો ખાધેલી હાલતનો વીડિયો સામે આવ્યો હતો. જેમાં તેના પગ ફ્લોરને અડેલા હોવાનું જોઈ શકાતા રહસ્ય સર્જાયું હતું. જ્યારે હાલમાં ફરી આ કેસમાં નવો વળાંક આવ્યો છે. જેમાં વલસાડ રેલવેના સફાઈ કામદારે ગુજરાત ક્વિનના ડી.12 કોચ કે જ્યાંથી ફાંસો ખાધેલી હાલતમાં યુવતી મળી આવી હતી.

તે કોચમાં તે સફાઈ કરવા પહોંચ્યો ત્યારે તેણે યુવતીને સીટ પર બેસેલી અને ડુસકા ભરતા રડતી જોઈ હતી, તેને કહ્યું કે, બેન વલસાડ સ્ટેશન આવી ગયું છે, અહીંથી ટ્રેન આગળ નહીં જાય, તેમ જણાવી યુવતીને ઉતરી જવા કહ્યું હતું. જોકે તેણે કોઈ જવાબ આપ્યો ન હતો. ત્યારબાદ તે અન્ય કોચમાં સફાઈ કરવા ચાલ્યો ગયો હતો. અડધા કલાક બાદ શૌચાલય સાફ કરતા અન્ય કામદારે કોચમાં યુવતીને ફાંસો ખાધેલી હાલતમાં જોઈ હતી.

સફાઈ કામદારે એમ પણ જણાવ્યું કે, તેણે આ બાબત પોલીસને પણ જણાવી હતી અને પોલીસને સહયોગ પણ આપવામાં આવી રહ્યો છે. તો બીજી તરફ સૂત્રોના જણાવ્યા મુજબ જે દિવસે ગુજરાત ક્વિનમાં ઘટના બની તે દિવસે ડી.12 નંબરના કોચમાં વલસાડ ઉતરેલા મુસાફરોનું નિવેદન લેવામાં આવે તો પણ માહિતી મળી શકે એમ છે, કે યુવતી એકલી હતી કે કોઈ અન્ય પણ તેની સાથે હતો. કારણકે રેલવે પાસે મુસાફરોના નામનું લિસ્ટ પણ હોય છે.

Most Popular

To Top