Dakshin Gujarat

ડ્રાઇવર સાડી ભરેલો ટેમ્પો સુરતથી નાસિક જઇ રહ્યો હતો દરમ્યાન પાર્ક કરીને ઉંઘી ગયો અને રમાઈ ગયો આ ખેલ

વ્યારા: ડોલવણ તાલુકાના પાઠકવાડી ગામે આવેલ સાંઇનાથ હોટલની (Hotel) સામે ખુલ્લા મેદાનમાં પાર્ક કરેલા ટેમ્પો (Tempo) માંથી તાડપત્રી કાપી ચોરટાઓ આશરે રૂ.૨૦ લાખની સાડી (Saree) સહિતનો મુદ્દામાલ ચોરી (Stealing) ગયાની ઘટના પ્રકાશમાં આવી છે. ઠક્કર કાર્ગો મુવર્સ ટ્રાન્સપોર્ટનાં માલિક ગોવિંદ ચીમના ભોયે (રહે. ઓમકાર સંકુલ રો હાઉસ, બોરગઢ ગ્રીસ એકેડમી સ્કૂલની બાજુમાં, નાસિક)ને ડ્રાઈવરે આ ચોરી અંગેની જાણ કરતાં તેઓએ ડોલવણ પોલીસ મથકે (Police Station) આ અંગેની ફરિયાદ નોંધાવી હતી.

સુરતના ઠક્કર કાર્ગો મુવર્સ ટ્રાન્સપોર્ટમાંથી આઇસર ટેમ્પો નંબર જીજે ૦૫ બીએક્સ ૨૬૬૭ માં સાડીઓનો જથ્થો ભરી ટેમ્પો ચાલક નાસિક તરફ જઇ રહ્યો હતો. તા.૧૬/૧૦/૨૦૨૨ ના રોજ રાત્રીના ૧૧ વાગ્યાનાં અરસામાં ટ્રક ચાલકને ઉંઘ આવતી હોય તેઓ ઉનાઇથી વ્યારા તરફ જતી વેળાએ ડોલવણનાં પાઠકવાડી ગામે સાંઇનાથ હોટલની સામે ખુલ્લામાં ગાડી મૂકીને સુઈ ગયો હતો. બીજાં દિવસે તા.૧૭/૧૦/૨૦૨૨ ના રોજ મળસ્કે ૦૨:૧૫ વાગ્યાના સુમારે પોતાનો આઇશર ટેમ્પો જોતાં તેની તાડપત્રી ફાટેલી હતી.

આ બનાવ અંગે આશરે ૧૫ દિવસ પછી પોલીસ ચોપડે ફરિયાદ નોંધાઇ છે. કોઇ અજાણ્યા ચોર ઇસમોએ પાર્ક કરેલ આ આઇશર ટેમ્પાની પાછળ ફાલ્કા સાથે બાંધેલી તાડપત્રીના દોરડા તથા તાડપત્રી કાપી તેમાં ભરેલ જુદીજુદી કિંમતની સાડીઓના ૫૯ પાર્સલો ચોરી ગયાં નું માલુમ પડ્યું હતું. આમ કુલ કિ.રૂ.૧૯,૯૭,૬૮૬ની સાડીઓ કોઇ અજાણ્યા ચોર ઇસમો ચોરી કરી નાશી છુટયા હતા. આ પહેલા પણ આ વિસ્તારમાં આ પ્રકારે તાડપત્રી કાપીને ચોરીની ઘટનાને અંજામ આપવાની ઘટનાઓ પ્રકાશમાં આવી ચૂકી છે. આ વિસ્તારમાં સક્રિય થયેલી ટોળકી પકડાઇ તો અનેક ચોરીના ભેદ ઉલેકાઇ તેમ છે.

વાપી રેલવે સ્ટેશન ઉપર એકતાનગર ચેન્નઈ એક્સપ્રેસ ટ્રેનમાં ચડતા મુસાફરનો મોબાઈલ ચોરાયો
વાપી : વાપીના ચલા વિસ્તારમાં રહેતા કેમિકલના વેપારી ચેન્નઈ જવા માટે વાપી રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નં.૨ ઉપરથી વીકલી જતી એકતાનગર ચેન્નઈ ટ્રેનમાં ચડવા જતા તેમનો વીવો કંપનીનો 190000ની કિંમતનો મોબાઈલ ફોન કોઇ અજાણ્યો ઇસમ ચોરી કરી ગો હતો. વાપી રેલવે પોલીસ મથકમાં ચલાની શ્રીચલા સોસાયટીમાં રહેતા કેમિકલના વેપારી વિક્રમકુમાર મોહનભાઈ કુવાડે ફરિયાદ આપતા પોલીસે ચોરીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. મોબાઈલ ફોનમાં બે સિમકાર્ડ હતા. વાપીના વેપારીના મોબાઈલ અંગે વાપી રેલવે પોલીસે તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top