Vadodara

માહી રિસોર્ટ પર પોલીસ ત્રાટકી, સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરનાર 25 સામે કાર્યવાહી

પાદરા: પાદરાના મુજપુર બ્રિજની બાજુમાં અને પાદરા મુજપર ચેકપોસ્ટ પોલીસ ચોકી સામે આવેલ માહી રિસોર્ટમાં પાદરા પોલીસે સરકારની ગાઇડ લાઇનનો ઉલ્લંઘન કરતા હોવાની માહિતીના આધારે માહી રિસોર્ટમાં રેડ પાડી માહી રિસોર્ટ ના મેનેજર તેમજ આસિસ્ટન્ટ મેનેજર સહિત એક કુક અટકાયત કરી હતી પોલીસે ગાઈડ લાઇન ના ભાગ કરતા નજરે ચડેલા ૨૫ જેટલા ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

મળતી વિગત અનુસાર મુજપુર પાસે આવેલ માહી રિસોર્ટમાં આજે સાંજે પોલીસને મળેલી બાતમીના આધારે રિસોર્ટમાં રેડ કરી હતી જે સમય દરમિયાન આજે રવિવાર ની મોજ માણવા આવેલા સહેલાણીઓ પોલીસ ની નજરે ચડયા હતા લોકો માહી રિસોર્ટ માં આવેલ સ્વિમિંગ પૂલ તેમજ વિવિધ વોટર રાઇડ, તેમજ રાઈડ માં મોજ માણી રહ્યા હતા જે સમયે પોલીસે રેડ કરતા પોલીસને જોઇને લોકોમાં દોડધામ મચી જવા પામી હતી. પોલીસે માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટન્સ નો ભંગ કરતા નજરે ચઢેલા 25 જેટલા લોકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સાથે વડોદરાના સિગ્મા ગ્રૂપ સંચાલિત માહિ રિસોર્ટના સંચાલક મેનેજર તેમજ આસિસ્ટન્ટ મેનેજર સહિત 1 કુકની અટકાયત કરી હતી.

જોકે આ કોરોના મહામારીમાં તમામ જગ્યાએ રિસોર્ટ બંધ છે ત્યારે પાદરાના માહી રિસોર્ટ ને પરમીશન કોણે આપી ? કોની રહેમ નજર હેઠળ આ રિસોર્ટ ચાલતો હતો ? કે શુ  રિસોર્ટ ચાલી રહ્યો છે તેવી લોકોને અગાઉથી જાણ હતી ?  તેમજ લોકો પણ આ કોરોના મહામારીમાં આટલા બેદરકાર બન્યા ? જેવા કેટલાક સવાલો ઉભા થાય છે. ચોક્કસ કોઈ ના નેજા હેઠળ આ મહીં રિસોર્ટ ચાલતો હોય તેવું લાગી રહ્યું હતું. પોલીસે કોવિડ 19ની ગાઈડ લાઇન ના ભંગ બદલ અટકાયત કરી.

Most Popular

To Top