વલસાડ: કપરાડા (Kaprada) તાલુકાના દિક્ષલમાં પોલીસે (Police) પાન મસાલા તેમજ ગુટકાનો બિલ વગરનો મોટો જથ્થો ઝડપી લઇ વધુ તપાસ હાથ ધરી છે. વાપીના નાયબ.પોલીસ અધિક્ષક ની મળેલી બાતમીના આધારે પ્રથમ કાકડકોપર ખાતે એક ગોડાઉનમાં (Godown) છાપો માર્યા બાદ તપાસ દરમિયાન માહિતી મળતા કપરાડા પોલીસે દિક્ષલ ગામના એક દુકાનદારને ત્યાં છાપો (raid) મોર્યો હતો. પોલીસની તપાસમાં રૂ.1,13,74,220નો ગુટખા, પાન મસાલા અને તમાકુનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે જથ્થા અંગે બિલ અને આધાર પુરાવા માંગતા આપી ન શકતા પોલીસે જથ્થો કબ્જે કરી સી.આર. પી.સી.41 (1) ડી મુજબ એક ઇસમની અટક કરી તપાસ હાથ ધરી હતી.
બોરિયાચ ટોલ નાકા પાસેથી 13. 34 લાખના દારૂ સાથે એક પકડાયો, એક વોન્ટેડ
નવસારી (Navsari) એલસીબીને (LCB) તા. 14મીએ બાતમી મળી હતી કે મુંબઇથી સુરત તરફ એક ટાટા ટેમ્પો દારૂનો જથ્થો લઇને પસાર થવાનો છે. એ બાતમીના આધારે નવસારી એલસીબીના ઇન્સ્પેક્ટર પલાસે સ્ટાફ સાથે વોચ રાખી નેશનલ હાઇ વે નં. 48 પર બોરિયાચ ટોલ નાકા પાસે પેટ્રોલિંગ શરૂ કર્યું હતું, તે દરમ્યાન બાતમી મુજબનો ટેમ્પો લઇને વાપીના સરવૈયા નગર ખાતે રહેતા મહંમદ હૈદરઅલી સલાઉદ્દીન નીકળ્યો હતો. એલસીબીએ ટેમ્પામાં તપાસ કરતાં તેમાંથી વિદેશી દારૂની વ્હીસ્કીની 13986 બાટલીઓ મળી આવી હતી. પોલીસે આ જથ્થો કોને આપવાનો છે, એવી પૂછપરછ કરતાં તેણે જણાવ્યું હતું કે દારૂનો જથ્થો સેલવાસથી લઇ જઇને ભરૂચ ખાતે પહોંચાડવાનો છે. એ આધારે દારૂનો જથ્થો ભરાવી આપનારાને વોન્ટેડ જાહેર કર્યો છે. એલસીબીએ ડ્રાઇવર મહંમદ હૈદરઅલી સલાઉદ્દીન પઠાણની ધરપકડ કરીને 1334400 રૂપિયાનો દારુનો જથ્થો, 5 લાખ રૂપિયાનો ટાટા ટેમ્પો તથા ડ્રાઇવર પાસેથી મળેલો 500 રૂપિયાનો મોબાઇલ મળીને કૂલ 1834900 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. નવસારીની જેમ અગાઉ વલસાડ જિલ્લાના કપરાડાના ગામમાં પોલીસે બાતમીના આધારે રેડ કરી હતી પરંતુ પોલીસના હાથે માત્ર 40 રૂપિયાનો જ દારૂ હાથે લાગ્યો હતો.
મોટાઉપાડે દરોડા પાડવા ગયેલી પોલીસને કપરાડાના ગામમાંથી માત્ર 40 રૂપિયાનો દારૂ મળ્યો
વલસાડ જિલ્લાના કપરાડા પોલીસે (Police) ખડકવાલ ગામના એક ઘરમાંથી રૂપિયા 40ની કિંમતનો 2 લીટર દેશી દારૂ (Liquor) મળી આવ્યો હતો. જ્યારે ઘટનામાં એક ઈસમ સામે કાર્યવાહી હાથ ધરાઈ છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ફરિયાદી અનાર્મ પો.કો.દિનેશભાઈ માદીયાભાઈ પાડવીએ નોંધાવેલી ફરિયાદ મુજબ મળેલી બાતમીના આધારે ખડકવાલ ગામના સુંદર ફળિયામાં રામાભાઈ લખમાંભાઈ ભુમડાના ઘરમાં છાપો મારતા ઘરના ઓટલા પર થમ્સ અપ બોટલમાં ભરેલો રૂપિયા 40ની કિંમતનો 2 લીટર દેશી દારૂ મળી આવ્યો હતો. ઘટના અંગે પોલીસે રામાંભાઈ લખમાંભાઈ ભુમડા સામે કપરાડા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.