Vadodara

નદીના કોતરમાં સુરંગ બનાવી સંતાડેલો 2.68 લાખનો દારૂનો જથ્થો પોલીસે ઝડપ્યો

સાવલી: સાવલી તાલુકાના દોડકા ગામની સીમમાં પોતાની ઘરની પાછળ નદીના કોતરમાં સુરંગ બનાવી વિદેશી દારૂની 2688નંગ બોટલો સંતાડેલી હોવાની ભાદરવા પોલીસ ને બાતમીના આધારે દરોડો પાડતા રૂપિયા ૨ લાખ ૬૮ હજાર નો મુદ્દામાલ કબજે કરીને ફરાર બુટલેગર વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળ્યા મુજબ સાવલી તાલુકાના દોડકા ગામમાં વિદેશી દારૂની લે-વેચ થાય છે તેવી માહિતી ભાદરવા પી.એસ.આઈને મળી હતી તેના પગલે અર્જુનભાઈ જેરાભાઈ માળી રહે દોડકા તા સાવલી ના ઓ એ પોતાના ઘરની પાછળ આવેલ નદીના કોતરમાં  સુરંગ બનાવીને વિદેશી દારૂ છુપાયેલો હોવાની બાતમી મળી હતી.

તેના પગલે તપાસ કરતા નદીના કોતરમાં છુપાવે લો વિદેશી દારૂની બોટલો નંગ ૨૬૮૦ રૂપિયા 268000 નો મુદ્દામાલ કબજે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ફરાર અર્જુન માળી ને ઝડપીને જેલ ભેગો કરવા ચક્રો ગતિમાન કર્યા છે પોલીસના દરોડાના પગલે તાલુકાના  બૂટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. તસવીરમાં ભાદરવા પોલીસ મથકની હદમાં આવેલ તડકા ગામની સીમમાં નદીના કોતરમાં બનાવીને દારૂ ભાદરવા પોલીસે ઝડપી તે જણાવી છે. આ બુટલેગરે દિમાગ અજમાવી દારૂનો જથ્થો નદીના કોરતરમાં સંતાડેલો હતો જે પોલીસે ઝડપી પાડ્યો છે.

Most Popular

To Top