છેલ્લાં કેટલાંય સમયથી દેશમાં સ્કૂલ, કોલેજ, કોર્ટ જેવા જાહેર સ્થળોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ઈમેઈલ મળી રહ્યાં છે. તે સિલસિલામાં આજે ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતો મેઈલ મળ્યો છે. અજાણી વ્યક્તિ દ્વારા હાઈકોર્ટને ઈમેઈલ કરાયો છે. હાઈકોર્ટને બે મહિનામાં ત્રીજી વખત બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે.
હાઈકોર્ટના રજિસ્ટ્રાર દ્વારા આ મામલે સોલા પોલીસ સ્ટેશને જાણ કરાતા પોલીસ તાત્કાલિક હાઈકોર્ટ દોડી ગઈ હતી. સોલા પોલીસ સ્ટેશનના PI કે. એન ભૂકણએ જણાવ્યું હતું કે, હાઈકોર્ટને ધમકી ભર્યો ઇ-મેલ મળ્યો જેને લઈને પોલીસ હાઈકોર્ટમાં પહોચી છે. ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડને સાથે રાખીને હાઈકોર્ટમાં તપાસ કરવામાં આવી રહી છે.