કોલકાતા: બંગાળમાં (Bangal) બીરભૂમી હિંસા પછી પોલીસ (Police) સતર્ક થઈ ગઈ છે. બંગાળમાં મંત્રીઓથી લઈને સાંસદો અને ધારાસભ્યો બોમ્બ (Bomb) હુમલાની ઝપેટમાં આવી ગયા છે. જેના કારણે પોલીસે ઘણાં ઠેકાણા ઉપર દરોડા પાડયા હતાં. છેલ્લાં 24 કલાકમાં પોલીસને 350 કરતાં પણ વધુ ક્રુડ બોમ્બ મળી આવ્યાં છે. આ સાથે પોલીસે રેડના સમયે 11 લોકોને આ બોમ્બ સાથે પકડી પાડયાં છે.
મળતી માહિતી મુજબ પોલીસની ટીમને 9 અલગ અલગ રાજયોમાંથી બોમ્બ મળી આવ્યાં હતાં પશ્ચિમ મેદનીપુરના કેશવપુરમાં દરોડા પાડીને 100 ક્રૂડ બોમ્બ જપ્ત કર્યા છે. આ ઉપરાંત જિલ્લાના કાલિયાચક વિસ્તારમાં એક ઘરમાં બોમ્બથી વિસ્ફોટ થયો હતો, જેમાં ત્રણ વર્ષના બાળકનું મોત થયું હતું. જિલ્લા શ્યામનગર પ્રભાતી સંઘ મેદાનમાંથી ગેરકાયદેસર હથિયારો સાથે ત્રણ લોકોની ધરપકડ થઈ છે. આ સાથે મુર્શીદાબાદના જંગીપુરમાંથી 14 નંગ બોમ્બ મળી આવ્યા હતા. આ સાથે બોમ્બ ક્યાંથી આવી રહ્યો છે તે અંગે પોલીસે તપાસ ચલાવી છે. ઉત્તર દિનાજપુરના રાયગંજમાંથી પોલીસને 4 પાઇપ બોમ્બ મળ્યા છે. નદિયાના કૃષ્ણનગરમાં દરોડા દરમિયાન 14 ક્રૂડ બોમ્બ મળી આવ્યા હતા.
બીરભૂમ હિંસા પછી, મમતા બેનર્જીએ કાર્યકારી ડીજીપી મનોજ માલવિયને રાજ્યમાંથી તમામ ગેરકાયદે બોમ્બ દૂર કરવાના અને હથિયારો જપ્ત કરવાના નિર્દેશ આપ્યા હતા. આ માટે પોલીસ દ્વારા એક અભિયાન પણ ચલાવવામાં આવી રહ્યું છે કે જે 10 દિવસ સુધી ચાલશે. આ ઉપરાંત સૂત્રો પાસેથી જાણકારી મળી હતી કે બંગાળમાં 130-130 રૂપિયામાં બોમ્બ વેચાય છે અને બોમ્બની હેરફેર પણ ખુલ્લેઆમ કરવામાં આવે છે.