સુરત: સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા ગઈકાલે મહિધરપુરા પોલીસ સ્ટેશનની હદમાં ચાલતા લાલાના અડ્ડા ઉપર રેઈડ કરવામાં આવી હતી. પોલીસે દારૂ વેચનાર અને ખરીદનાર 3 ને પકડી પાડ્યા છે. જ્યારે અડ્ડો ચલાવનાર લાલા અને દારૂ મોકલનારને વોન્ટેડ જાહેર કરાયા છે.
- શહેરમાં દારૂના ધમધમતા અડ્ડા, સારોલી બાદ મહિધરપુરામાં એસએમસીની રેઈડ
- હેડિંગ: લાલાના અડ્ડા પર રેઈડ કરતા 30 હજારનો દારૂ સહિત 1.34 લાખનો મુદ્દામાલ કબજે
- મહિધરપુરાના લાલાના અડ્ડા પર દરોડા, રોજના 800 રૂપિયાના પગાર પર દારૂ વેચવા માણસ રાખ્યો હતો
- લાલો દારૂ વેચવા માટે સોનુને રોજના 800 રૂપિયા મજુરી આપતો હતો
સ્ટેટ મોનીટરીંગ સેલ ચૂંટણી બાદ ફરી સક્રિય થયું છે. ગઈકાલે સારોલી પોલીસની હદમાં ચાલતા અડ્ડા ઉપર રેઈડ કર્યા બાદ આજે મહિધરપુરા પોલીસની હદમાં ચાલતા અડ્ડા પર રેઈડ કરવામાં આવી હતી. એસએમસી ની ટીમને મહિધરપુરા જીઆઈડીસીમાં પતરાના સેડમાં લાલજી ઉર્ફે લાલો હીરાભાઈ સુમરા નામનો બુટલેગર દારૂનો અડ્ડો ચલાવતો હોવાની બાતમી મળી હતી.
બાતમીના આધારે એસએમસીએ રેઈડ કરી હતી. રેઈડ કરી ત્યારે એક વ્યક્તિ દારૂ વેચતો હતો. અને બીજા કેટલાક ટોળેવળી દારૂ ખરીદવા ઉભા હતા. દારૂ વેચનાર વ્યક્તિનું નામ પુછતા પોતે સોનુ દિલીપસિંહ ભદોરીયા (ઉ.વ.38, રહે.નાના વરાછા નવદુર્ગા સોસાયટી) હોવાનું જણાવ્યું હતું.
દારૂ ખરીદવા આવેલા દિપેશ ગોટી, જીગ્નેશ ચોવટીયા, જિન્ગેશ સિંગ પકડાઈ આવ્યા હતા. રેઈડ દરમિયાન પોલીસને 30,150 રૂપિયાની કુલ 361 દારૂની બાટલીઓ અને બિયરની ટીન મળી આવી હતી. દારૂ વેચનાર સોનુ પાસેથી મોબાઈલ અને તેની બર્ગમેન મોપેડ કબજે લેવાઈ હતી.
સોનુને દારૂ વેચવા માટે લાલો રોજના 800 રૂપિયા મજુરી આપતો હતો. પોલીસે લાલો, દારૂનો જથ્થો આપનાર હરીશભાઈ હીરાભાઈ સુમરા, સંજય ઠાકોર, મંજુબેન રાઠોડને વોન્ટેડ જાહેર કર્યા છે. અને ત્યાંથી દારૂ, બે મોપેડ, મોબાઈલ સહિત કુલ 1.34 લાખનો મુદ્દામાલ કબજે લેવાયો છે.