SURAT

મિલેનિયમ માર્કેટના વેપારી સાથે મહારાષ્ટ્ર અને યુપીની પેઢીના નામે લાખોની સાડીઓ મેળવી અને પછી..

સુરત: મિલેનિયમ માર્કેટ ખાતે વેપારી સાથે મહારાષ્ટ્ર (Maharastra) અને ઉત્તરપ્રદેશમાં (Uttar Pradesh) અસ્તિત્વમાં ન હોય તેવી પેઢીના નામે 24.35 લાખનો સાડીનો માલ મેળવી પેમેન્ટ (Payment) નહીં આપી છેતરપિંડી કરવામાં આવી હોવાની ફરિયાદ સલાબતપુરા પોલીસમાં (Police) નોંધાઈ હતી.

સલાબતપુરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ આશુતોષ પ્રકાશ અસ્થાનાએ સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. આશુતોષ રિંગ રોડ મિલેનિયમ ટેક્સટાઈલ માર્કેટમાં રીનાશ્રી સાડીઝ નામની દુકાનમાં કામ કરે છે. આ દુકાનમાલિક પાસેથી મૂળ રાજસ્થાનના નાગોર જિલ્લાના વતની એવા કાપડ દલાલ અશોક શર્મા અને મહારાષ્ટ્રના શ્રીરામપુર સુભાષ કોલોની પાસે રાધીકા હોટલ ખાતે સંતોષ સાડીના નામે ધંધો કરતા કૈલાસ ભંવરલાલ ચૌધરીએ ગત નવેમ્બર-૨૦૨૧માં મહારાષ્ટ્રમાં અને ઉત્તરપ્રદેશમાં અસ્તિત્વમાં ન હોય કે બંધ થઈ ગયેલી પેઢીના નામે દલાલીથી કુલ રૂ.૩૬,૧૦,૧૨૪નો માલ ખરીદ્યો હતો.

શરૂઆતમાં રૂપિયા ૬૪,૯૯૦નું પેમેન્ટ ચૂકવી વિશ્વાસ કેળવ્યો હતો. બાદ ગલ્લાતલ્લા કરતા વેપારીને શંકા જતાં ઉત્તરપ્રદેશ ખાતે મોકલેલો રૂપિયા ૧૧ લાખનો મિશ્રા સારી ઘર નામની પેઢીમાંથી પરત મેળવી લીધો હતો. જ્યારે બાકીનો રૂપિયા ૨૪,૪૫,૧૩૧નો માલ બારોબાર સગેવગે કરી વેચી નાંખ્યો હતો. પોલીસે આ અંગે ફરિયાદ નોંધી વધારે તપાસ હાથ ધરી છે.

પાંડેસરાની મોહમ્મદી મસ્જીદના કબાટમાંથી રોકડા 89 હજારની ચોરી
સુરત : પાંડેસરા ખાતે આવેલી મોહમ્મદી મસ્જીદના કબાટમાંથી તસ્કરો રોકડા રૂપિયા ૮૯ હજાર ચોરી કરી નાસી ગયા હોવાની ફરિયાદ પાંડેસરા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. ફરિયાદના આધારે પોલીસે ગણતરીના કલાકોમાં પકડી પાડ્યો હતો.

પાંડેસરા પોલીસના જણાવ્યા મુજબ ઉન કર્મયોગી સોસાયટીમાં રહેતા 54 વર્ષીય ઈમામુદીન ગ્યાસુદ્નિ શેખ છેલ્લા ૩૨ વર્ષથી પાંડેસરા ગુ.હા.બોર્ડ શિવનગર ખાતે મોહમ્મદી મસ્જીદમાં મોલવી તરીકે કાર્ય કરે છે. મસ્જીદમાં બે વર્ષથી લોકોના દાનથી રૂપિયા 89 હજાર જમા થયા હતા. જે પૈસા ઈમામુદ્નિએ મસ્જીદમાં લાકડાના કબાટમાં તાળુ મારી મુકી રાખ્યા હતા. પૈસાનો ઉપયોગ તેઓ મસ્જીદના સમારકામ, લાઈટ બીલ અને વેરાબીલ જેવા કામો માટે કરતા હતા. ગત 4 નવેમ્બરે બપોરે રૂપિયા કબાટમાં મુકી તાળુ માર્યુ હતું. બીજા દિવસે બપોરે આવ્યા ત્યારે કબાટનું તાળુ તુટેલુ હતુ અને તેમાંથી પૈસા ગાયબ હતા. પાંડેસરા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી અહેમદઅલી મુમતાજઅલી અંસારી (ઉ.વ.24, રહે.હૈદરીનગર ઉન) ની ધરપકડ કરી હતી.

Most Popular

To Top