ગાંધીનગર : અમરેલી પત્રિકા કાંડ ગુજરાત હાઈકોર્ટ સમક્ષ પહોચ્યા બાદ હવે રાજયના પોલીસ વડા વિકાસ સહાય દ્વારા પાટીદાર યુવતીનો વરઘોડો કાઢવાના મામલે પોલીસ અધિકારીઓ સામે કાર્યવાહી કરી છે એટલું જ નહીં બદલીના આદેશ પણ કરી દીધા છે.
આ બોગસ લેટરકાંડનો મુદ્દે ગુજરાત વિધાનસભાના અંદાજપત્ર સત્રમાં ગુંજ્યા બાદ, રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયએ પીઆઈ પીએસઆઈની બદલીના આદેશ કર્યા છે. અમરેલીના એલસીબી પોઈ એ.એમ.પટેલની બદલી ભુજમાં, સાયબર ક્રાઈમ પોઈ એ.એમ.પરમારની વડોદરા સિટીમાં બદલી અને અમરેલી એલસીબી પોસઈ કુસુમ પરમારની બદલી વડોદરા ગ્રામ્યમાં કરી દેવાઈ છે.
બીજી તરફ મોડાસા પાસે એક યુવકનું વાહન રોકીને તેને માર મારવાના કેસમાં આખે આજે પોલીસે ફરિયાદ લીધી છે. ખાસ કરીને રાજય સરકારના પ્રધાન ભીખુસિંહ પરમારના પુત્ર રણજીતસિંહ પરમાર , કિરણસિંહ પરમાર, અરવલ્લી જિલ્લા યુવા મોરચાના પ્રમુખ અમિશ પટેલ સહિત 6 આરોપીઓ સામે ફરિયાદ દાખલ કરી દેવામા આવી છે. આ ઘટનામાં ભોગ બનનાર જયમીન ત્રિવેદીએ ફરિયાદ નોંધાવી છે.
