સદા નાગરિકોની સુરક્ષા કરતા અને અસામાજિક તત્ત્વોથી પ્રજાની રક્ષા કરનાર પોલીસ કર્મચારીઓ માટે પગારના ફાંફાના સમાચાર અખબારી અહેવાલમાં વાંચી જનતાને દુ:ખ અવશ્ય થાય. વાહનવ્યવહાર, તસ્કરોને ઝડપી લેવા, સરઘસ કે રેલી સમયે સુરક્ષામાં તહેનાત રહેવું, દારૂબંધીનું પાલન કરાવવું, હત્યાના આરોપીને શોધી કાઢવા, રીઢા ગુનેગારોને કડકાઈથી પાઠ ભણાવવા વિ. અનેક કાર્યો પોલીસકર્મીઓએ ફરજસ્વરૂપે પૂર્ણ કરવાના હોય છે અને એમને જ સમયસર વેતન ન મળે એ કેટલે અંશે યોગ્ય કહેવાય?
નાગરિકોને સહાયરૂપ બનવા પોલીસકર્મીઓ તત્પર હોય છે. દોષિતને મુક્ત કરતા નથી અને નિર્દોષને રંજાડતા નથી. ફરજનું પાલન યથાયોગ્ય રીતે કરે છે. તો એમને પણ પરિવારનું ભરણપોષણ કરવાનું હોય છે. આજે નાણાં વિના કોને ચાલે છે? તો પોલીસકર્મી પણ માનવી જ છે ને? એમને પણ જરૂરતો અવશ્ય હોય પગારની! અને એમના પગારની વ્યવસ્થા તો હોવી જ જોઈએ. ભવ્ય કાર્યક્રમો કરતાં પોલીસકર્મીનું વેતન વધારે જરૂરી છે.
સુરત – નેહા શાહ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.