સેલવાસ-દમણ : સંઘપ્રદેશ દાનહ પોલીસે (Police) ‘નો ટોબેકો’ (No Tobacco) ઓપરેશન અંતર્ગત પ્રદેશનાં વિવિધ વિસ્તારોમાં પાનના ગલ્લાઓ પર છાપો મારી લાખ્ખો રૂપિયાના ગુટકા અને તમાકુના જથ્થાને પકડી પાડ્યો હતો.
છેલ્લા ઘણા સમયથી સેલવાસમાં વિવિધ વિસ્તારોમાં પ્રતિબંધિત માદક પદાર્થોનું વેચાણ ચાલી રહ્યું હતું. જેને લઈ સ્કૂલ કોલેજોના વિદ્યાર્થીઓ પણ આવા માદક પદાર્થોના સેવનના આદી થઈ જવા પામ્યા હતા. ત્યારે પોલીસ દ્વારા આવા પ્રતિબંધિત પદાર્થોનું વેચાણકર્તાઓને ત્યાં છાપો પાડી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે ફરી પ્રદેશની સ્કૂલ કોલેજો ખુલે એ પહેલા જ એસ.પી. હરેશ્વર સ્વામીના આદેશથી સેલવાસ પોલીસે પોલીસ ટીમ બનાવી ડોકમરડી, બાવીસા ફળિયા, કિલવણીનાકા, ઝંડાચોક અને આમલી જેવા વિસ્તારોમાં આશરે 570 પાનના ગલ્લાઓ અને ટપરીઓ પર સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં પોલીસને સિગારેટ, તમાકુ, ગુટકા તથા અન્ય તમાકુ ઉત્પાદિત વસ્તુઓનો મોટા પ્રમાણમાં જથ્થો મળી આવ્યો હતો. તમામ જગ્યાએથી મળેલો તમાકુ અને ગુટકાનો જથ્થો આશરે 1507 કીલો જેટલો થવા પામ્યો હતો. જેની અંદાજીત કિંમત 16 લાખ રૂપિયા આંકવામાં આવી છે. પોલીસે પકડાયેલો તમામ તમાકુ અને ગુટકાનો જથ્થો ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટને સુપરત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ડેડિયાપાડા વિસ્તારમાંથી પોલીસે ૨૦૦ કિલો ગાંજા સાથે ૪ ઈસમને ઝડપી પાડી ૨૫ લાખનો મુદ્દામાલ જપ્ત
રાજપીપળા: ડેડિયાપાડા વિસ્તારમાંથી ડેડિયાપાડા પોલીસે બાતમીના આધારે ૨૦૦ કિલો ગાંજા સાથે ૪ ઈસમને ઝડપી પાડી ૨૫ લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે. ડેડિયાપાડા પોલીસે પકડાયેલા આરોપીઓની વધુ પૂછતાછ હાથ ધરી છે.
ડેડિયાપાડા પોલીસને ગાંજાની હેરાફેરી થતી હોવાની ચોક્કસ બાતમી મળી હતી. આથી રાલ્દા ગામના બસ સ્ટેન્ડ પાસે વોચ રાખી ચેકિંગ હાથ ધરાયું હતું. દરમિયાન સાગબારાથી ડેડિયાપાડા રોડ ઉપર સાગબારા તરફથી શંકાસ્પદ હાલતમાં જીજે ૨૩ સીએ ૫ નંબરની સિલ્વર કલરની સ્કોર્પિયો આવતાં તેમાં તપાસ કરતાં ટેપ વીંટાળેલાં બંડલો નંગ-૩૯માં કુલ વજન ૨૦૧.૧૭૦ કિ.ગ્રા. સૂકો ગાંજો મળી આવ્યો હતો. ડેડિયાપાડા પોલીસે ૫ લાખ રૂપિયાની સ્કોર્પિયો કાર અને ૨૦,૧૧,૮૦૦ રૂપિયાનો ગાંજો, મોબાઇલ નંગ-૩ કિં.રૂ.૯૦૦૦ તથા રોકડા રૂપિયા મળી કુલ રપ,૨૧,૨૦૦ના મુદ્દામાલ સાથે એક સગીર સહિત ૪ ઈસમની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી છે.