દાહોદ: દાહોદ શહેરની દરજી સોસાયટીમાં રહેતાં જગદીશભાઈ જયંતિભાઈ રાઠોડે સ્ટેટ બેન્ક ઓફિ ઈન્ડિયામાંથી રૂા.૨,૩૫,૦૦૦ ઉપાડ્યાં હતાં અને રૂા.૨૭,૦૦૦ રોકડા તથા પાસબુકો વિગેરે પોતાની એક્ટીવા ટું વ્હીલર વાહનની ડિક્કીમાં મુકી રાખ્યાં હતાં. આ દરમ્યાન તેઓ દાહોદ શહેરની બુરહાની સોસાયટીમાં પનીર લેવા ગયાં હતાં અને પોતાની એક્ટીવ નજીકમાં પાર્ક કરી હતી. આ દરમ્યાન સાંજના ચારેક વાગ્યાના આસપાસ ત્યાંથી તેઓની એક્ટીવા કોઈ અજાણ્યા ચોર ઈસમો ચોરી કરી લઈ ગયાં હતાં અને ડિક્કીમાં મુકી રાખેલ રોકડા રૂપીયા ૨૭,૦૦૦ અને બેન્કની પાસબુકો પણ ચોર ઈસમો લઈ નાસી ગયાં હતાં.
આ મામલે જગદીશભાઈ જયંતિભાઈ રાઠોડે દાહોદ શહેર પોલીસ મથકે ફરિયાદ પણ નોંધાવી હતી અને આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈ દાહોદ શહેર પોલીસ મથકના પોલીસ ઈન્સ્પેક્ટર વી.પી.પટેલ સહિત તેમના સ્ટાફે ચોરીની ઘટનાના દિવસોના વિસ્તારના આસપાસના સીસીટીવી ફુટેજાેની ચકાસણી કરી હતી. બે ઈસમોના ફુટેજાે મળતાં ફુટેજાેમાં બંન્ને ઈસમોની ખાનગી રાહે પોલીસે તપાસ કરી હતી જેમાં (૧) દિલેશ સેપુભાઈ માવી અને (૨) રાહુલ જાેરસીંગભાઈ બીલવાળ હોવાનું સામે આવ્યું હતું. પોલીસે આ બંન્ને ઈસમોની તાત્કાલિક અટકાયત કરી પોલીસ મથકે લઈ આવી હતી અને સઘન પુછપરછ કરતાં એક્ટીવની અને રોકડા રૂપીયા ૨૭,૦૦૦ની ચોરી કરી હોવાનું આ ચોરોએ કબુલાત કરી હતી. આમ, દાહોદ શહેર પોલીસે ગણતરીના કલાકોમાં ચોરીની ઘટનાનો ભેદ ઉકેલવામાં સફળતાં પ્રાપ્ત કરેલ છે.
ઝાલોદમાં SBIના CDM મશીન તોડવાનો પ્રયાસ
દાહોદ જિલ્લાના ઝાલોદ નગરમાં કોઈ અજાણ્યા ચોર ઈસમોએ એસબીઆઈ બેન્કમાં મુકેલ સી.ડી.એમ. મશીનને તોડી ચોરી કરવાની કોશિષ કરતાં અંદાજે રૂા.૫૦ હજારનું નુકસાન થયું હોવાનું જાણવા મળી રહ્યું છે.ગત તા.૦૩જી ઓગષ્ટના રોજ રાત્રીના કોઈપણ સમયે અજાણ્યા તસ્કરોએ ઝાલોદ નગરમાં ભરત ટાવર પાસે આવેલ એસબીઆઈ બેન્કમાં ઓન સાઈટના ભાગે મુકી રાખેલ સી.ડી.એમ. મશીનનો આગળનો દરવાજાે વેલ્ડીંગ રોડથી તોડી સેફ લોક તોડવાની કોશિષ કરી ચોરીનો પ્રયાસ કર્યાે હતો પરંતુ ચોરો ચોરી કરવામાં નિષ્ફળ ગયાં હતાં સી.ડી.એમ. મશીન તોડતાં અંદાજે રૂા.૫૦ હજારનું નુકસાન થયું હતું.ઝાલોદની એસ.બી.આઈ. બેન્કમાં ફરજ બજાવતાં કનુભાઈ વાલજીભાઈ કામોળે પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
- આંગણે પાર્ક કરેલી મોટર સાઈકલ તસ્કરો લઈ ગયા
દાહોદ શહેરમાંથી ઘરના આંગણમાં લોક મારી પાર્ક કરેલ મોટરસાઈકલની કોઈ અજાણ્યા ચોર ઈસમોએ પોતાનો કસબ અજમાવી ચોરી કરી લઈ નાસી જતાં પોલીસમાં ફરિયાદ નોંધાવા પામી છે.ગત તા.૨૩મી જુલાઈના રોજ દાહોદ શહેરમાં આવેલ મંડાવાવ રોડ અગ્રવાલ સોસાયટીમાં રહેતાં તરલભાઈ સુરેશચંન્દ્ર મોડીયાએ પોતાની મોટરસાઈકલ પોતાના ઘરના આંગણે લોક મારી પાર્ક કરી હતી. આ મોટરસાઈકલને કોઈ અજાણ્યા ચોર ઈસમોએ પોતાનો કસબ અજમાવી રાત્રીના સમયે મોટરસાઈકલનું લોક તોડી ચોરી કરી લઈ નાસી જતાં આ સંબંધે તરલભાઈ સુરેશચંન્દ્ર મોડીયાએ દાહોદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.